અમદાવાદ : ચૂંટણી પહેલા જનતાને મફતની રેવડિઓ વહેંચવાના વચનો આપનારી રાજનીતિક પાર્ટીઓ પર હવે ચૂંટણી પંચ નકેલ કસવાની કવાયત હાથ ધરી છે. શક્યતા છે કે, ગુજરાત -હિમાચલ વિધાનસભા ચૂંટણીથી જ આ નિર્ણય લાગુ થઇ શકે છે. ચૂંટણી પંચે આદર્શ આચાર સંહિતામાં સુધારાત્મક પારદર્શી પરિવર્તન મુદ્દે જે પહેલ કરી છે તેની અસર 6 રાજ્યોમાં યોજાઇ રહેલી ચૂંટણી અને પેટાચૂંટણીમાં લાગુ કરાશે. ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં આ સુધારાને કડકાના કારણે આવનારા પરિવર્તનની અસર જોવા મળી શકે છે.
ADVERTISEMENT
ઓક્ટોબરના બીજા અઠવાડીયામાં ચૂંટણી જાહેર થઇ શકે છે
ચૂંટણી પંચના સુત્રો અનુસાર ઓક્ટોબરના મધ્ય બાદ ક્યારે પણ ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઇ શકે છે. ત્યાર બાદ રાજનીતિક પાર્ટીઓ પોતાના ચૂંટણી ઢંઢેરા બહાર પાડશે. જો કે અનુમાન છેકે ઢંઢેરા મુદ્દે ચૂંટણી પંચે જે નવા ફેરફારો અને સુધારાઓ કર્યા છે તે આ ચૂંટણીથી જ લાગુ કરી દેવામાં આવશે.
મફતના વચનો અંગે ચૂંટણી પંચને સુપ્રીમ કોર્ટે પણ ટકોર કરી હતી
ચૂંટણીની જાહેરાતના નિયમન માટે પંચે પહેલા સુપ્રીમ કોર્ટના 24 એપ્રીલ 2015 સુબ્રમણ્યમ બાલાજી વિરુદ્ધ તમિલનાડુ રાજ્ય અને અન્ય કેસમાં અપાયેલા ચુકાદા પર આધારિત છે. તે ચુકાદામાં સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને અધિકાર આપ્યો હતો કે, તેઓ રાજનીતિક પાર્ટીના ચૂટણી ઢંઢેરામાં અપાતા મફતના વચનો પર નિયમ બનાવી શકે છે. તે નિયમોને આદર્શ આચાર સંહિતામાં સમાવેશ કરી શકે છે. સુપ્રીમ કોર્ટે આ મહત્વના આદેશના 7 વર્ષ બાદ તેને કડકાઇથી લાગુ કરવા માટેની તૈયારી શરૂ કરી દીધી છે. ચૂંટણી પંચે પોતાની વિજ્ઞપ્તીમાં કહ્યું કે, હવે છાશવારે ચૂંટણીઓ આયોજીત થયા કરે છે.
રાજનીતિક પાર્ટીઓ તરફથી અપાયેલી માહિતી અપુરતી હશેતો નહી ચાલે
રાજનીતિક પાર્ટીઓની ખોટી અને મોટી જાહેરાતો સામાન્ય થતી જઇ રહી છે. જેના કારણી રાજનીતિક પાર્ટીઓ તરફથી અપાયેલી માહિતી અયોગ્ય અને અપુરતી હોય છે. આ ઉપરાંત ચૂંટણી પણ અનેક તબક્કામાં આયોજીત થાય છે. રાજનીતિક રોડના કારણે રાજનીતિક પાર્ટીઓ એક બીજાથી આગળ વધીને હવા હવાઇ ચૂંટણીલક્ષી વચનો કરવામાં પાછળ નથી રહેતી. જેના તેઓ મતદાતાઓને તે નથી જણાવતા કે આ યોજનાઓ પર થનારા ખર્ચની ભરપાઇ કઇ રીતે કરવામાં આવશે. શું તેઓ નવા ટેક્સ લગાવશે કે આ જ માળખામાં આ યોજના લાગુ કરશે. કઇ રીતે નાણા લાવશે અને ક્યાંથી નાણા લાવશે. તેનો તમામ ઉલ્લેખ ચૂંટણી ઢંઢેરા સાથે આપવાનો રહેશે.
ADVERTISEMENT