Controversial Statement: ગોંડલમાં રાજકીય આગેવાનોએ સમાધાન કર્યું, અમારો વિરોધ ચાલું છેઃ વીરભદ્રસિંહ જાડેજા

Parasottam Rupala Statement Controversy: રાજકોટ બેઠકના લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને કરેલા વિવાદિત નિવેદનથી સમગ્ર સમાજમાં રોષ છે.

  Parasottam Rupala Statement Controversy

'રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી સમાધાન નહીં થાય'

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ

point

જયરાજસિંહ જાડેજાને મેદાનમાં ઉતાર્યા

point

'અમે સમાધાન નથી કર્યું, અમારું આંદોલન ચાલું છે'

Parasottam Rupala Statement Controversy: રાજકોટ બેઠકના લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને કરેલા વિવાદિત નિવેદનથી સમગ્ર સમાજમાં રોષ છે. વિવાદ અને વિરોધનો વંટોળ થંભવાનું નામ નથી લેતો. ડેમેજને કંટ્રોલ કરવા માટે અને આ વિવાદને ઠારવા માટે ભાજપે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને મેદાનમાં ઉતાર્યા છે. ગઈકાલે જયરાજસિંહના અધ્યક્ષ સ્થાને ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું હતું. જેમાં ક્ષત્રિય સમાજના આગેવાનો, ભાજપના ધારાસભ્યો અને લોકસભાના ઉમેદવાર પરષોતમ રૂપાલા સહિત વિવિધ સંગઠનોનો લોકો હાજર રહ્યા હતા. આ દરમિયાન જયરાજ સિંહે આ મામલાને થાળે પાડવાની કોશિશ કરી હતી. સંમેલન પૂર્ણ થયા બાદ જયરાજસિંહે કહ્યું હતું કે, આ વિવાદ આજ અહીં પૂર્ણ થયો છે. ત્યારે હજુ પણ કેટલાક ક્ષત્રિય સમાજના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને તેઓ આ સમાધાનને રાજકીય સમાધાન ગણાવી રહ્યા છે. 

આ પણ વાંચોઃ ક્ષત્રિય અગ્રણીઓમાં ભાગલા?: જયરાજસિંહે કહ્યું-'વિવાદ પૂર્ણ', તો પદ્મિનીબાએ કહ્યું- 'રાજકીય રોટલા શેકવાના બંધ કરો'

'અમે સમાધાન નથી કર્યું, અમારું આંદોલન ચાલું છે'

ગોંડલ ખાતે પરસોતમ રૂપાલાના સમર્થનમાં જયરાજસિંહ દ્વારા આયોજિત ક્ષત્રિય સમાજના સંમેલન મામલે રાજપૂત કરણી સેનાના ગુજરાત પ્રમુખ વીરભદ્રસિંહ જાડેજાનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ જણાવ્યું છે કે, ગોંડલ ખાતે જે બેઠક યોજાઈ, ત્યાં બધા રાજકીય આગેવાનો હતા અને રાજકીય આગેવાનોએ સમાધાન કર્યું છે. અમદાવાદ ખાતે અમારી 90 સંસ્થાના આગેવાનો એક્ઠા થયા હતા અને જે નક્કી કર્યું હતું તે પ્રમાણે અમારું આંદોલન ચાલું છે.

આ પણ વાંચોઃ ક્ષત્રિયોની બેઠકમાં રૂપાલાએ ફરી માફી માંગી, જયરાજસિંહે કહ્યું- આ વિવાદ આજથી પૂર્ણ

હવે ડબલ જોશથી આપણે લડાઈ લડવાની છે: વીરભદ્રસિંહ જાડેજા

તેઓએ કહ્યું કે, હું રાજપૂત ભાઈઓને કહું છું કે હવે ડબલ જોશથી આપણે લડાઈ લડવાની છે. જ્યાં સુધી પરસોત્તમ રુપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી સમાધાન નહીં થાય. 

ઈનપુટઃ રોનક મજીઠિયા, રાજકોટ

    follow whatsapp