મુસ્તુફા મહેશ બનીને ભોળી યુવતીઓને ભરમાવશે તો પોલીસ ઉદાહરણીય કાર્યવાહી કરશે

હર્ષ સંઘવીનું ગરબા પર GST અને લવ જેહાદ મુદ્દે મહત્વનું નિવેદન મુસ્તુફા જો મહેશ બનીને લવ જેહાદ કરશે તો પોલીસ કડક કાર્યવાહી કરશે વિપક્ષ પાસે…

gujarattak
follow google news
  • હર્ષ સંઘવીનું ગરબા પર GST અને લવ જેહાદ મુદ્દે મહત્વનું નિવેદન
  • મુસ્તુફા જો મહેશ બનીને લવ જેહાદ કરશે તો પોલીસ કડક કાર્યવાહી કરશે
  • વિપક્ષ પાસે હવે કોઇ મુદ્દો બચ્યો નથી માટે પરાણે મુદ્દા પેદા કરીને અસ્તિત્વ ટકાવે છે

અમદાવાદ : ગુજરાતમાં જેમ જેમ વિધાનસભા ચૂંટણી નજીક આવતી જઇ રહી છે તેમ તેમ રાજકીય પક્ષો પણ મતદારોને પોતાની તરફ આકર્ષીત કરવા માટેના અલગ અલગ કિમિયા અજમાવી રહ્યા છે. કોઇ મફતની રેવડી વહેંચી રહ્યું છે તો કોઇ ધાર્મિક લાગણીઓને પ્રજ્વલિત કરીને પોતાના મતદારોને આકર્ષિત કરવા માટે ધમપછાડા કરી રહ્યા છે.

મુસ્તુફા મહેશ બનશે તો તેની વિરુદ્ધ કાર્યવાહી થશે
ગુજરાતમાંઆજે એક કાર્યક્રમમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લવ જેહાદ અંગે કડક ટિપ્પણી કરી હતી. હર્ષ સંઘવીએ જણાવ્યું કે, દેશમાં પ્રેમ કરવાનો દરેકે દરેક વ્યક્તિને અધિકાર છે. જો મુસ્તુફા મહેશ બનીને કોઇ ભોળી યુવતીને ફોસલાવીને ખોટા નામથી ભોળવી લે તો તેવી લવજેહાદની પ્રવૃતિ નહી ચલાવવામાં આવે. આવો કોઇ કિસ્સો જો સરકાર કે પોલીસનાં ધ્યાનમાં આવશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

વિપક્ષ પાસે કાંઇ નથી એટલે હવે ગરબાને મુદ્દો બનાવ્યો
હર્ષ સંઘવીએ ગરબા પર જીએસટી અંગે પણ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતા જણાવ્યું કે, વિપક્ષ પાસે હવે કોઇ મુદ્દો બચ્યો નથી માટે ગરબા પર જીએસટીને મુદ્દો બનાવી વિરોધ કરી રહી છે. નાગરિકોને હું સ્પષ્ટતા કરવા માંગુ છું કે, ગરબા પર અગાઉ પણ 15 ટકા ટેક્સ લાગ તો જ હતો. જો કે હવે એક દેશ એક ટેક્સની નીતિ પર સરકાર આગળ વધી રહી છે ત્યારે આ ટેક્સ લગાવવામાં આવ્યો છે. વિપક્ષ લોકોને ગુમરાહ કરીને ખોટુ વાતાવરણ પેદા કરી રહી છે.

પાટીદાર સમાજ તો પ્રેમ લગ્ન અંગે અલગ જ માંગ કરી રહ્યો છે
અત્રે ઉલ્લેખનીય છે કે, ચૂંટણી નજીકમાં છે ત્યારે પાટીદાર સમાજ તો પ્રેમ લગ્ન વિરુદ્ધ જ મોરચો ખોલીને બેઠો છે. પાટીદારોની માંગ છે કે, લગ્ન કરતા સમયે માતા- પિતા હાજર હોય તો જ મેરેજ રજિસ્ટર થવા જોઇએ. ત્યારે લવ જેહાદ મુદ્દે ગૃહમંત્રીનું નિવેદન મહત્વનું છે. તો બીજી તરફ ગરબા મુદ્દે પણ હાલ રાજકારણ ગરમાઇ રહ્યું છે. ગુજરાતની સંસ્કૃતિ પર ટેક્ષ લગાવાયો હોવાનાં નિવેદન સાથે સમગ્ર વિપક્ષ ભાજપ પર આક્રમણ કરી રહ્યુ છે.

    follow whatsapp