અમદાવાદઃ આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ રિક્ષા ચાલકના ઘરે જમવા જવાનો વાયદો પૂરો કરવા માટે બહાર આવ્યા હતા. આ દરમિયાન તેમણે રિક્ષામાં સવારી કરવાનું પસંદ કર્યું હતું. પરંતુ પોલીસ અધિકારીઓએ તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અટકાવ્યા છે. જોકે આ દરમિયાન કેજરીવાલે પોતાની સુરક્ષાની ગેરન્ટી જાતે જ લઈ લીધી હતી. પોલીસને રિક્ષા સવારી કરવા દેવા અપિલ કરી હતી. ત્યારે તેમણે પોતાની સુરક્ષા જાતે કરી શકે છે એવી વાત ઉચ્ચારી દીધી હતી.
ADVERTISEMENT
સુરક્ષાને ધ્યાનમાં રાખી રિક્ષામાં અટકાવ્યા
અરવિંદ કેજરીવાલ પોતે રિક્ષા સવારી કરીને ડ્રાઈવરના ઘરે જમવા જઈ રહ્યા હતા. ત્યારે પોલીસે તેમને સુરક્ષાના કારણોસર અટકાવ્યા હતા. પોલીસનો મુદ્દો હતો કે તમારી સુરક્ષામાં કોઈ ચૂક ન રહી જાય. એનો જવાબ આપતા કેજરીવાલે કહ્યું મને અત્યારે તમારી સુરક્ષા નથી જોઈતી. ઉપરવાળો મારુ રક્ષણ કરી રહ્યો છે.
પોલીસે લખાણ લીધા બાદ કેજરીવાલને જવા દીધા
સૂત્રોના જણાવ્યા પ્રમાણે અત્યારે અરવિંદ કેજરીવાલ રિક્ષામાં સવાર થઈને જ ઓટો ડ્રાઈવરને ત્યાં જમવા જવા માટે રવાના થઈ ગયા છે. આ દરમિયાન પોલીસે તેમને ના પાડી હતી. જોકે કેજરીવાલ ન માનતા પોલીસે તમને લેટરમાં સહી કરાવી કે મારી સુરક્ષાની જવાબદારી હું પોતે ઉઠાવું છે. ત્યારપછી જોકે પોલીસે સિક્યોરિટી બોક્સ આપ્યું હતું.
મંગળવાર, 13 સપ્ટેમ્બરઃ કેજરીવાલ નવી ગેરન્ટી આપશે
અરવિંદ કેજરીવાલ હવે ગુજરાતમાં વધુ એક નવી ગેરન્ટી આપવા જઈ રહ્યા છે. જોકે એ કોના માટે અને કયા વિષય પર હશે એની માહિતી બહાર આવી નથી. ત્યારપછી સાંજે અરવિંદ કેજરીવાલ સફાઈ કર્માચારીઓ સાથે ટાઉનહોલ મીટિંગ કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા છે. કાર્યક્રમ પૂરો થયા પછી તે દિલ્હી રવાના થશે.
ADVERTISEMENT