Chaitar Vasava: આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મુશ્કેલીમાં ફસાયા છે. ચૈતર વસાવા તથા તેમની પત્ની સામે નર્મદા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ મામલે મળતી માહિતી મુજબ, પોલીસ દ્વારા હાલમાં ચૈતર વસાવાની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે, તો તેમની પત્નીની અટકાયત કરી લેવામાં આવી છે.
ADVERTISEMENT
ગોપાલ ઈટાલિયાએ પણ ટ્વીટ કર્યું?
સમગ્ર મામલે ગોપાલ ઈટાલિયા દ્વારા ટ્વીટ કરીને ચૈતર વસાવાની ધરપકડ થઈ ગઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તેમણે લખ્યું કે, “આમ આદમી પાર્ટીના દમદાર લડાયક ધારાસભ્ય અને આદિવાસી સમાજના મજબૂત આગેવાન ભાઈ શ્રી ચૈતર વસાવા ઉપર ભ્રષ્ટ ભાજપ દ્વારા ખોટી ફરિયાદ કરવામાં આવી. ચૈતર વસાવાના ધર્મપત્નીને પણ પોલીસે ધરપકડ કરી હોવાના સમાચાર મળ્યા છે.”
ફોરેસ્ટની જમીન પર ખેડાણ બાબતે ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ સાથે ચૈતર વસાવાની બોલાચાલી થઈ હતી. આ બાદ નર્મદાના વન વિભાગે તેમની સામે ફરિયાદી કરી હતી. અને વન વિભાગના કર્મચારીઓ સાથે બોલાચાલી મામલે તેમની સામે કલમ 386 હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.
ADVERTISEMENT