Police Recruitment 2024: ગુજરાત પોલીસ ભરતી મામલે મહત્વની જાણકારી સામે આવી રહી છે. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા જાણકારી આપવામાં આવી છે કે, PSI તથા લોકરક્ષકની ભરતીની અરજી પ્રક્રિયામાં ફૉર્મ ભરવાની કાર્યવાહી 30 એપ્રિલના રોજ સમાપ્ત થઈ છે. 30 એપ્રિલ સુધી પોલીસ ભરતીમાં 10.26 લાખ કન્ફર્મ અરજીઓ મળી છે.
ADVERTISEMENT
7 મે સુધી બાકી રહેલી અરજીઓની ફી ભરી શકશે
જેમાં PSI ની ભરતી માટે 4.53 લાખ અરજીઓ કન્ફર્મ થઈ છે અને લોકરક્ષકની ભરતી માટે 9.83 લાખ અરજીઓ થઈ છે. જેમાં ઉમેદવારો માટે એક મહત્વની અપડેટ એવી પણ આપવામાં આવી છે કે, આગામી 7 મે સુધી બાકી રહેલી 26 હજાર અરજીઓની ફી ભરી શકશે. આ સિવાય વધુ જાણકારી આપતા તેમણે જણાવ્યું હતું કે, ધોરણ 12 તથા કોલેજના પરિણામ બાદ ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં 15 દિવસ માટે અરજી પોર્ટલ ખોલવામાં આવશે.
બોર્ડના પરિણામની આતુરતાથી રાહ જોતા વિદ્યાર્થીઓ માટે મોટી ખબર, જાણો ચૂંટણી બાદ ક્યારે આવશે રીઝલ્ટ!
ઉમેદવારોની ફિઝિકલ અને લેખિત પરીક્ષા
ભરતી માટે PSI કક્ષાના ઉમેદવારોની શારીરિક ટેસ્ટ અને મુખ્ય લેખિત પરીક્ષા લેવામાં આવશે. PSI માટે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાના પેપર પૂછાશે. જ્યારે લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટીની સાથે MCQની ટેસ્ટ પણ લેવામાં આવશે. ઉમેદવારો માટે ટોલ ફ્રી નંબર 1800 233 5500 પણ જાહેર કરાયો છે, જેના પર રિવાર સિવાય સવારે 10.30થી 6 સુધી પૂછપરછ કરી શકાશે.
ADVERTISEMENT