જામનગરઃ અત્યારે રાજ્યમાં અવાર નવાર ક્રાઈમની ઘટના ઘણી સામે આવતી રહે છે. તેવામાં હવે સામાન્ય જનતાને પોલીસથી સંપૂર્ણ સુરક્ષા મળે એવી આશા રહેલી હોય છે. હવે આ દરમિયાન જો પોલીસ કર્મચારી જ ભક્ષક બની જોય તો શું કહેવું. નોંધનીય છે કે જામનગરમાં એક મહિલા સાથે પોલીસ કર્મચારીએ છેડતી કર્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. એટલું જ નહીં આક્ષેપ એવો પણ હતો કે પોલીસે તેને ઢોર મારપણ માર્યો છે.
ADVERTISEMENT
સ્થાનિકોમાં રોષનો માહોલ પ્રસર્યો…
જામનગરના જોમજોધપુર જિલ્લામાં એક મહિલા સાથે પોલીસ કર્મચારીએ છેડતી કર્યાનો મામલો સામે આવ્યો છે. આ દરમિયાન મહિલાને પોલીસે ઢોર માર પણ માર્યો હતો. જોકે આ મુદ્દે હજુ સુધી કોઈ ગંભીર કાર્યવાહી ન થતા સ્થાનિકો અને રઘુવંશી સમાજમાં રોષનો માહોલ પ્રસરી જવા પામ્યો છે. આ દરમિયાન રઘુવંશી યુવા શક્તિ લંઘના નેજા હેઠળ મોટી સંખ્યામાં યુવાનો રેલી કાઢી કલેક્ટર કચેરીએ પહોંચી ગયા હતા.
યુવાનોએ સૂત્રોચ્ચાર કર્યા
જામનગરના યુવાનોએ મહિલાની તરફેણમાં રેલી કાઢી દીધી હતી. આ દરમિયાન તેઓ હાથમાં જુદા જુદા બેનરો લઈને મહિલાઓની તરફેણમાં તથા પોલીસની વિરૂદ્ધ કાર્યવાહી કરવા માગ કરી હતી. આ દરમિયાન જિલ્લા કલેક્ટરને પણ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. વળી જો આગામી દિવસોમાં આરોપીઓ સામે કોઈ કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.
ADVERTISEMENT