ભાર્ગવી જોશી.જૂનાગઢઃ જૂનાગઢમાં આજે જિલ્લા અને તાલુકાના અનેક ભાગોમાં અનરાધાર ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને માંગરોળ, માળીયા, માણાવદર, મેંદરડા જેવા તાલુકાઓમાં વરસાદની અસર લોકોના જીવન પર જોવા મળી છે, ખાસ કરીને માંગરોળ માળિયા માણાવદર મેંદરડા જેવા તાલુકામાં આઠથી દસ ઇંચ વરસાદ વરસ્યો છે. માણાવદરમાં પણ પાંચ ઈંચ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વસતા લોકો પોતાની સલામતી માટે સતત મહેનત કરી રહ્યા છે. આ કુદરતી આફત દરમિયાન સ્થાનિક પ્રશાસને લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અનેક પગલાં લીધા છે.
ADVERTISEMENT
રસાલા ડેમ છલકાતા સહેલાણીઓની મેદની
માણાવદરમાં વરસાદી પાણીથી ભરાયેલા રસાલા ડેમ ખાતે ફરવા આવેલા લોકોનો પણ જમાવડો જોવા મળ્યો હતો. પાણીના સ્તરમાં આટલો વધારો થવાથી લોકો ન્હાવા જવાનું જોખમ લેવા પણ તૈયાર હતા. આ સ્થિતિમાં પોલીસ તંત્રએ લોકોને મદદ કરવા સક્રિય પગલાં લીધા હતા અને રસાલા ડેમની નજીકના વિસ્તારોના રહીશોને સલામત સ્થળે ખસેડવામાં મદદ કરી હતી. પીએસઆઈ બારોટે તમામ લોકોને ન્હાવા નહીં જવાની સૂચનાઓ કરી હતી.
ગુજરાતમાં સરકારી શિક્ષણની આવી છે હાલત! અરવલ્લીમાં ધો.5માં ભણતા બાળકોને કક્કો-બારક્ષરીમાં પણ ફાં ફાં
ઝુંપડામાં રહેતા લોકોની મદદે આવી પોલીસ
પીએસઆઈ બારોટે પોતે નીચાણવાળા વિસ્તારોમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં જઈને ઝુંપડપટ્ટીમાંથી લોકોને બહાર કાઢી સલામત સ્થળે પહોંચાડવાના વધુ પ્રયાસો કર્યા હતા. તેઓએ રસાલા ડેમની નજીક રહેતા લોકોને રસાલા ડેમની મુલાકાત દરમિયાન ન્હાવા ન જવાની સૂચના આપી હતી. આ પ્રેરણાદાયી પગલું ભરીને, તેમણે વિસ્તારના રહેવાસીઓને જોખમમાંથી બચાવવા માટે પોતાનું કામ કર્યું હતું.
આ સિઝનલ વરસાદના કારણે પ્રજાજનોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. મોટાભાગના વિસ્તારો ભયથી ઘેરાયેલા છે અને લોકો તેમની સલામતીની કાળજી રાખે અને બચાવ પગલાં પર ધ્યાન આપે તે જરૂરી છે. સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર જનતાને સુરક્ષિત રાખવા માટે શક્ય તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે, પરંતુ આ સમયે સલામત રહેવા માટે લોકો પણ જાગૃત રહે અને સરકાર દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરે તે પણ જરૂરી છે. વરસાદ બાદ ટૂંક સમયમાં જ સ્થિતિ સામાન્ય થઈ જશે અને સામાન્ય લોકોનું જીવન સામાન્ય થઈ જશે. તમામ લોકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરે અને તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સતર્ક રહે.
ADVERTISEMENT