વિપિન પ્રજાપતિ/પાટણ: સિદ્ધપુરમાં નગરપાલિકાની પાણીની પાઇપ લાઈનમાંથી માનવ અવશેષોથી નીકળવાનો સિલસિલો 15 દિવસ બાદ પણ હજુ યથાવત છે. રવિવારે સાંજે સિદ્ધપુરના પૂર્વમાં આવેલા રુદ્ર મહાલય પાસે મહેતા ઓળનો મહાડ વિસ્તારમાં પાણીની પાઇપલાઈનમાંથી માનવ ખોપડીના અવેશેષો મળી આવતા સમગ્ર શહેરમાં ફરી ચિંતા ફેલાઈ છે. પાણીની પાઈપલાઈનમાંથી મળેલા આ માનવ અવશેષોની PSI લીમ્બાચીયાની હાજરીમાં વધુ આગળની તપાસ માટે સિદ્ધપુરના જનરલ હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
શહેરના લોકો પાણી પીવાથી હજુ ડરી રહ્યા છે
શહેરમાં જે પ્રમાણે હજારો લોકોએ મૃતદેહ વાળું પાણી પીધા બાદ હવે નગરપાલિકાના પાણી પરથી લોકોનો વિશ્વાસ ઉઠી ગયો છે. પાણીની પાઈપલાઈનમાંથી યુવતીના માનવઅંગો મળી આવતા સ્થાનિકોની માગણી બાદ આખી પાઈપલાઈનની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. એવામાં રવિવારે સાંજે ફરીથી માનવઅંગો પાઈપલાઈનમાંથી મળ્યા હતા. માનવ અવશેષો મળી આવતા લોકોમાં ફરી ભય સતાવી રહ્યો છે, એવામાં સિદ્ધપુરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત પોતાના ખર્ચે આ વિસ્તારના લોકોને રોજ 20 હજાર લીટર મિનરલ પાણી પહોંચાડી રહ્યા છે. જયારે પાલિકાના સત્તાધીશોએ લોકોને પાણી કેવી રીતે પૂરું પડવું તે દિશામાં કોઈ વિચારણા હજુ સુધી કરી નથી.
માનવઅંગોને અમદાવાદ તપાસ માટે મોકલાયા
આ અંગે LCBના PI આર.કે અમીને જણાવ્યું કે, મેહતા ઓળના મહાડ વિસ્તારમાંથી ફરી મળી આવેલા માનવ અવશેષોને હાલ પીએમ માટે અમદાવાદ મોકલી આપ્યા છે જે કાયદાકીય પ્રક્રિયા છે તે કરવામાં આવશે. જ્યારે ડોક્ટરને FSL ની જરૂર લાગે તો એ પ્રક્રિયા પણ કરાશે. હજુ લવિનાની બોડીના અવશેષોનો ફાઇનલ ફોરેન્સિક રિપોર્ટ હજુ આવ્યો નથી. અમે આ મામલે FSL રિપોર્ટને પ્રાથમિકતા અપાય તે માટે પત્રો પણ મોકલેલ છે, બધા રિપોર્ટ અલગ અલગ સ્થળે થાય છે એટલે તેમાં સમય લાગી રહ્યો છે.
ADVERTISEMENT