વડોદરા : શહેરના માંજલપુર નાકા પાસે મોડી સાંજે માંજલપુર પોલીસ સ્ટેશનનાં એક જવાન અને એક દંપત્તી વચ્ચે કોઇ બાબતે માથાકુટ થતા મામલો બિચક્યો હતો અને એટલો વણસી ગયો હતો કે મારામારી સુધી પહોંચી ગયો હતો. સ્થાનિક લોકોએ જો કે હંમેશાની જેમ જ છોડાવવાના બદલે વીડિયો ઉતારવામાં વ્યસ્ત હતા. મોડી સાંજે બનેલા આ બનાવમાં પોલીસ જવાને પોતાના જ પોલીસ મથકમાં દંપત્તી વિરુદ્ધ અરજી દાખલ કરાવી હતી. જેથી પોલીસ દ્વારા હાલ આ મુદ્દે ઘટનાની તપાસ આદરી છે.
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઇ નામના વ્યક્તિ ફરજ બજાવે છે. મોડી સાંજે માંજલપુર નાકા પાસે પોલીસ જવા અને એક દંપત્તી વચ્ચે સામાન્ય બાબતમાં ઉગ્રરકઝક થઇ હતી. ત્યાર બા મામલો એટલો વણસી ગયો હતો કે, મારામારી શરૂ થઇ ગઇ હતી. પોલીસ જવાન અને પુરૂષ વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઇ હતી. ત્યાર બાદ મહિલાએ પણ પોલીસ કર્મચારી સાથે મારામારી કરી હતી. જો કે લોકોએ જાહેર માર્ગ પર પોલીસ જવાન અને દંપત્તી વચ્ચે થઇ રહેલી મારામારીને ઠારવાના બદલે વીડિયો ઉતારવામાં વ્યસ્ત થઇ ગયા હતા.
ADVERTISEMENT
આ અંગે માંજલપુર પોલીસ સ્ટેશનમાં જવાન દ્વારા અરજી આપવામાં આવી છે. અરજીના આધારે હાલ પ્રાથમિક તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. દંપત્તીએ સરકારી કામમાં અડચણ અંગે ગુનો દાખલ કરાયો છે. પોલીસ જવાનનો આરોપ છે કે, જ્યારે ટ્રાફીક દંડ અંગે વાત કરી તો દંપત્તી ઉશ્કેરાઇ ગયું હતું અને મારી સાથે પહેલા ગેરવર્તણુંક કરી અને ત્યાર બાદ બંન્ને મારામારી પર ઉતરી આવ્યા હતા. જેથી મે મારો બચાવ કરવા માટે સામે હાથ ઉઠાવવો પડ્યો હતો.
ADVERTISEMENT