કીર્તિ પટેલે માંગી 2 કરોડની ખંડણી, સુરતમાં ફરિયાદ નોંધાયા બાદ ટિકટોક ગર્લ ભૂગર્ભમાં

Gujarat Tak

• 11:16 AM • 03 Jun 2024

Tik Tok Girl Kirti Patel: ભારતમાં પ્રતિબંધિત ટિકટોક એપ્લિકેશનથી સુરતની કીર્તિ પટેલ (Tik Tok Girl Kirti Patel) એટલી ફેમસ થઈ છે કે તેને હવે કોઈ ઓળખની જરૂર નથી. જોકે, હવે કીર્તિ પટેલ એટલી હદે પહોંચી ગઈ છે કે તે ગુનાની દુનિયામાં પણ ફેમસ થઈ છે તેવું કહેવુ ખોટું નથી.

Kirti Patel

કીર્તિ પટેલે માંગી 2 કરોડની ખંડણી

follow google news

Tik Tok Girl Kirti Patel: ભારતમાં પ્રતિબંધિત ટિકટોક એપ્લિકેશનથી સુરતની કીર્તિ પટેલ (Tik Tok Girl Kirti Patel) એટલી ફેમસ થઈ છે કે તેને હવે કોઈ ઓળખની જરૂર નથી. જોકે,  હવે કીર્તિ પટેલ એટલી હદે પહોંચી ગઈ છે કે તે ગુનાની દુનિયામાં પણ ફેમસ થઈ છે તેવું કહેવુ ખોટું નથી. કારણ કે કીર્તિ પટેલ વિરુદ્ધ અત્યાર સુધીમાં મારામારી, ધાકધમકી વગેરે જેવી ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ ચૂકી છે. ત્યારે ટિકટોક ગર્લ કીર્તિ પટેલ ફરી એકવાર વિવાદોમાં સપડાઈ છે. કીર્તિ પટેલ સામે ખંડણીની ફરિયાદ નોંધાઈ છે. 

કાપોદ્રા પોલીસ મથકે નોંધાયો ગુનો

સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે કીર્તિ પટેલ અને તેના સાગરીતો સામે ગુનો નોંધાયો છે. સુરતના એક વેપારી પાસેથી બે કરોડની ખંડણી માંગવા મામલે કીર્તિ પટેલ અને તેના સાગરીતો સામે ફરિયાદ નોંધાઈ છે. મીડિયા રિપોર્ટ અનુસાર પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ પણ કરી લીધી છે. જોકે, ટિકટોક ગર્લ કીર્તિ પટેલ ફરાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કીર્તિ પટેલની પોલીસે શોધખોળ હાથ ધરી છે. 

અનેકવાર નોંધાઈ ચૂકી છે ફરિયાદ

આપને જણાવી દઈએ કે, ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં અમદાવાદની મહિલાને ઘરમાં ઘુસીને માર મારવા મામલે કીર્તિ પટેલ સહિત ચાર લોકો વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. તો એ પહેલા 2022ની 23 ડિસેમ્બરે કીર્તિ પટેલ અને તેના સાથીદારોની જૂનાગઢના ભેંસાણમાં ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે 2 કાર પણ જપ્ત કરી હતી. જેની વિગતો એવી હતી કે,  કીર્તિ પટેલે ઈન્સ્ટાગ્રામમાં વીડિયો બનાવી ભેંસાણના યુવક જમન ભાયાણીને માર મારવાની ધમકી આપી હતી. યુવકને માર મારવા  કીર્તિ પટેલ સાથીદારો સાથે જૂનાગઢના ભેંસાણમાં પહોંચી હતી. ભેંસાણ પોલીસે તમામની કરી ધરપકડ હતી. આ સાથે જ ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો. 


 

    follow whatsapp