સુરત: સોશિયલ મીડિયામાં એક સમયની ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ સતત વિવાદોમાં આવતી રહે છે. અત્યાર સુધી તેની સામે મારા-મારી કે ધમકીની અનેક ફરિયાદ નોંધાઈ ગઈ છે. ત્યારે હવે ગૌરક્ષક બનીને હંગામો કરતા કીર્તિ પટેલ સામે સુરતના કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
ADVERTISEMENT
શું હતો સમગ્ર મામલો?
ગત 19મી માર્ચના રોજ કીર્તિ પટેલ, શૈલેષ મેર તથા તેમના કેટલાક સાથીઓએ કામરેજ ચોર્યાસી ટોલનાકા પર પશુ ભરેલો ટેમ્પો રોકીને ધામ ધમકી આપી હતી. આ સાથે ટેમ્પો ડ્રાઈવરને પણ બેફામ ગાળો આપીને ધમાલ મચાવી હતી. જેનો વીડિયો વાઈરલ થયો હતો. જે બાદ ટેમ્પો ડ્રાઈવરે આ તમામ વિરુદ્ધ કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે ગૌરક્ષક બનવા જતા ખોટી રીતે ધમાલ મચાવવાના કારણે કીર્તિ પટેલની મુશ્કેલીઓમાં વધારો થયો છે.
અગાઉ હત્યાના પ્રયાસમાં થઈ હતી ધરપકડ
નોંધનીય છે કે, કીર્તિ પટેલ અગાઉ પણ ઘણી વખત વિવાદમાં આવતી રહી છે. તેની બે વર્ષ પહેલા હત્યાના પ્રયાસની ફરિયાદમાં પુણા પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે ડુમસ પોલીસ સ્ટેશનમાં પણ તેની વિરુદ્ધ ધમકી અને મારામારીની ફરિયાદ નોંધાઈ હતી. જ્યારે ગોવાથી સુરત આવતા ફ્લાઈટમાં પણ માસ્ક પહેરવા મામલે મહિલા ક્રુ મેમ્બર સાથે બબાલ કરતા મામલે બિચક્યો હતો.
ADVERTISEMENT