અમદાવાદ: શહેરના ઈસ્કોન બ્રિજ પર અકસ્માત મામલે હવે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અકસ્માતની આ ઘટનામાં પોલીસે તપાસ કમિટીની રચના કરી છે. જેમાં તપાસ કમિશનર, 3 DCP અને 5 PI સમગ્ર અકસ્માતની તપાસ કરશે. ઈસ્કોન બ્રિજ પર બુધવારે મોડી રાત્રે થયેલા અકસ્માતમાં પૂરપાટ ઝડપે આવેલી જગુઆર કારે 9 લોકોને કચડી નાખ્યા હતા. આ કાર તથ્ય પટેલ ચલાવી રહ્યો હતો. ત્યારે આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ તથા કારમાં સવાર મિત્રોને મેટ્રો કોર્ટમાં આજે રજૂ કરવામાં આવશે.
ADVERTISEMENT
ઈસ્કોન બ્રિજ અકસ્માતની ઘટનામાં તપાસ માટે રચવામાં આવેલી સમિતીમાં ટ્રાફિક DCP નીતા દેસાઈ, ટ્રાફિક ACP એસ.જે મોદીનો સમાવેશ થાય છે. આ સાથે SG-1 ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI અપૂર્વ પટેલ, SG-2 ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI વી.બી દેસાઈ, A ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI પી.બી ઝાલા, N ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI કે.પી સાગઠિયા અને M ટ્રાફિક પોલીસ સ્ટેશનના એચ.જી કટારિયાનો સમિતીમાં સમાવેશ કરાયો છે.
અકસ્માતમાં સર્જનારા તથ્ય પટેલ તથા અકસ્માત બાદ સ્થળ પર દાદાગીરી કરનારા પ્રજ્ઞેશ પટેલ બંનેને આજે 11 વાગ્યે મેટ્રો કોર્ટમાં લઈ જવામાં આવશે. હાલ તથ્ય પટેલ સેટેલાઈટ પોલીસ સ્ટેશનના લોકઅપમાં છે તો પજ્ઞેશ પટેલ સરખેજ પોલીસ સ્ટેશનના લોકઅપમાં છે. ગઈકાલે સાંજે બંનીની ધરપકડ કરવામાં આવી હતી આ બાદ અકસ્માત સ્થળે તેમને લઈ જઈને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પણ કરાયું હતું. આરોપી સાથે FSLની તપાસ ટીમ પણ હતી.
ADVERTISEMENT