Vadodara Tragedy: હરણી હોનારતમાં આરોપીઓને શોધવા કેટલી ટીમો કામે લાગી? વડોદરા પોલીસ કમિશનરે આપી તમામ માહિતી

Vadodara Harni Lake Tragedy: વડોદરાની (Vadodara) ન્યૂ સનરાઈઝ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પિકનિક માટે હરણી તળાવ (Harni kand) ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યા બાળકોને…

gujarattak
follow google news

Vadodara Harni Lake Tragedy: વડોદરાની (Vadodara) ન્યૂ સનરાઈઝ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પિકનિક માટે હરણી તળાવ (Harni kand) ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યા બાળકોને બોટમાં મુસાફરી કરાવવામાં આવી રહી હતી. આ વેળાએ અચાનક બોટ પલટી મારી જતા બોટમાં સવાર વિદ્યાર્થી અને શિક્ષકો ડૂબ્યાં હતા. આ ઘટનામાં 14 જિંગગી હોમાઈ હતી. આ મામલે આજે પોલીસે કમિશ્રનર અનુપમસિંહ ગેહલોત દ્વારા પત્રકાર પરિષદ યોજી હતી.મોડી રાત્રે નોંધાયેલા ગુના બાબતે નિવેદન આપ્યું હતું.

અત્યાર સુધીમાં છ લોકોની અટકાયત

પોલીસ કમિશ્રનર અનુપમસિંહ ગેહલોત દ્વારા કહેવામાં આવ્યું કે, કંપનીના 15 લોકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સમગ્ર ઘટનાની તપાસ માટે SITની પણ રચના પણ કરી દેવામાં આવી છે. જેમાં એડીશનલ સીપી મનોજ નિનામા, બે ડીસીપી, ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ તેમજ લોકલ પીઆઈ સાથે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. કોઈ પણ ગુનેગાર છોડવામાં આવશે નહીં. અત્યાર સુધીમાં છ ગુનેગારોને પકડવામાં આવ્યા છે.

પકડાયેલા શખ્સોના નામ

રશ્મિકાંત પ્રજાપતિ
વેદ પ્રકાશ યાદવ
શાંતિલાલ સોલંકી
અંકિત વસાવા
ભિમસિંહ યાદવ
નયન ગોહિલ

શું છે સમગ્ર મામલો?

વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પિકનિક માટે હરણી તળાવ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં બાળકોને બોટમાં મુસાફરી કરાવવામાં આવી રહી હતી. આ વેળાએ અચાનક બોટ પલટી મારી જતા બોટમાં સવાર વિદ્યાર્થી અને શિક્ષકો ડૂબ્યાં હતા. આ ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને રેસ્ક્યું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દુર્ઘટનાની જાણ થતાં કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તો ઘટનાની જાણ થતાં NDRFની ટીમો પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

જોત-જોતામાં ડૂબી બોટ

વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં 13 માસૂમ બાળક અને 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં બોટ ચલાવનારાઓની અને સંચાલકોની ઘોર બેદરકારી સામે આવી હતી. બોટમાં સવાર બાળકોને સેફટી જેકેટ પહેરાવવાનો નિયમ છે જેનું પાલન થયું ન હતું. બીજી બાજુ ક્ષમતા કરતા વધારે લોકોને બોટમાં બેસાડાતાં આખરે બેદરકારીનો ભોગ માસુમ બાળકો બન્યા હોવાનું સામે આવ્યું હતું.

    follow whatsapp