અમદાવાદ : બે મહિના પહેલા એરપોર્ટ પરથી ઘરે જઇ રહેલા દંપત્તીને તોડ કરવાના કાંડમાં સમગ્ર મામલો છેક સરકાર સુધી પહોંચી હતી. ત્યાર બાદ દંપત્તી દ્વારા પોલીસને રૂપિયા 60 હજાર રૂપિયા ચુકવવા પડ્યા હતા. સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસે તમામ ત્રણ પોલીસ કર્મચારીઓની ધરપકડ કરી છે. ત્યાર બાદ સમગ્ર મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા આ મામલે હાઇકોર્ટમાં સોગંદનામું દાખલ કરવામાં આવ્યું હતું. સરકારી અને પોલીસ અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ માટે 1064 નંબર પણ જાહેર કર્યો હતો. જાગૃતી લાવવા માટે જાહેર સ્થળો પર હોર્ડિંગ, નોટિસ અને બેનર નંબર પણ લગાવાયા હતા.
ADVERTISEMENT
હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી
જો કે હાઇકોર્ટ દ્વારા સરકારની ઝાટકણી કાઢવામાં આવી હતી કે, આ નંબર તમે બનાવ્યો તે અંગે કોઇ પણ સામાન્ય નાગરિકને ખબર નથી. હાઇકોર્ટે સવાલો ઉઠાવતા કહ્યું કે, સરકારે રજુ કરેલું સોગંદનામાથી કોઇ પણ સ્થિતિ સ્પષ્ટ નથી થતું. ખુબ જ કન્ફ્યુઝનવાળું સોગંદનામું છે. પોલીસ મદદ કે ફરિયાદ માટે નહી પરંતુ પોલીસ સામે ફરિયાદ માટે તેવું લખો. પોલીસ સામે ફરિયાદ માટે એક સ્પેશિયલ નંબર હોવો જોઇએ. ફક્ત પોલીસ નહી તમામ સરકારી અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માટે પગલા લઇ રહ્યા છીએ. પોલીસ કમિશ્નર અને કલેક્ટર ભગવાન હોય તે રીતે વર્તી રહ્યા છે.
પોલીસે એરપોર્ટ પરથી આવી રહેલા દંપત્તીનો તોડ કર્યો હતો
દંપત્તી તોડકાંડમાં સોલા પોલીસે 3 આરોપીઓ પોલીસ કર્મચારીઓની ધરપકડ કરી હતી. ટ્રાફિક એ ડિવિઝનમાં ફરજ બજાવતા ASI મુકેશ ચૌધરી, પોલીસ કોન્સ્ટેબલ અશોક ચૌધરી અને ટીઆરબી જવાન વિશાલ સોલંકીની ધરપકડ કરી હતી. પોલીસ કર્મચારીઓએ બોપલના વેપારી મિલન કેલાની ગાડી રોકીને કેસ કરવાની ધમકી આપીને રૂપિયા પડાવ્યા હતા. સોલા પોલીસે સત્તાના દુરૂપયોગ કરી લાંચ લેવાના ગુનામાં પોલીસે ધરપકડ કરી હતી.
ADVERTISEMENT