અમદાવાદ: ગુજરાત પોલીસમાં બે ટોચના અધિકારીઓ વચ્ચેનો ખટરાગ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. તાજેતરમાં જ અમદાવાદ પોલીસમાં કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા હતા. હવે આ તમામ નિર્ણયોને રદ કરી દેવામાં આવ્યા છે. આ પાછલ ગુજરાત પોલીસમાં બે ટોચના અધિકારીઓ વચ્ચે ખટરાગ હોવાની ચર્ચાઓ ઉઠી છે.
ADVERTISEMENT
શું હતો સમગ્ર મામલો?
વાત એમ છે કે, અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ થોડા સમય પહેલા વિદેશ પ્રવાસે ગયા હતા. આ અરસામાં શહેર પોલીસ કમિશનરનો ચાર્જ અજય ચૌધરીને સોંપવામાં આવ્યો હતો. ઈન્ચાર્જ પોલીસ કમિશનર અજય ચૌધરીએ આ દરમિયાન કેટલાક નિર્ણયો લીધા હતા. જોકે સંજય શ્રીવાસ્તવે ફરીથી ચાર્જ સંભાળતા જ અજય ચૌધરીએ કરેલા નિર્ણયોને રદ કરી દેતા અનેક સવાલો ઊભા થાય છે.
પોલીસ અધિકારીઓ વચ્ચે મતભેદની ચર્ચા ઉઠી
હકીકતમાં અજય ચૌધરીએ ઈન્ચાર્જ પોલીસ કમિશનરનો ચાર્જ સંભાળ્યા બાદ કેટલાક સમયથી પેન્ડીંગ ફાઈલો ક્લિયર કરી હતી. આ સાથે જ ગર્ભવતી મહિલા કર્મચારીઓને રક્ષાબંધન પર તેમના ઈચ્છીત સ્થળે પોસ્ટિંગ પણ આપ્યું હતું. જોકે વિદેશ પ્રવાસથી પાછા આવ્યા બાદ સંજય શ્રીવાસ્તવે આ તમામ નિર્ણયો રદ કરી દેતા પોલીસ બેડામાં અનેક ચર્ચાઓ વહેતી થઈ હતી.
ADVERTISEMENT