દિગ્વિજય પાઠક/વડોદરા: હાલોલમાં જમીન લે-વેચના કામ સાથે સંકળાયેલા જતીન દરજીની થોડા દિવસ પહેલા રેલવે ટ્રેક પરથી ત્રણ ટુકડા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેમાં પોલીસની તપાસના આધારે જતીનની હત્યા તેની જ પત્ની બિરલે પોતાના પ્રેમી સાથે મળીને કરાવી હોવાનો ખુલાસો થયો હતો. આ મામલે પોલીસે મૃતક જતીનની પત્ની તથા પ્રેમી સહિત 5 આરોપીઓની ધરપકડ કરી છે.
ADVERTISEMENT
રેલવે ટ્રેક પરથી જમીન દલાલની લાશ મળી હતી
વિગતો મુજબ 6 દિવસ પહેલા સાવલીના ખાખરીયા ગામની સીમમાંથી પસાર થતી દિલ્હી-બોમ્બે રેલવે ટ્રેક પરથી જતીન દરજીની 3 ટુકડા થયેલી લાશ મળી આવી હતી. પોલીસે આ અંગે અકસ્માતે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. જેમાં યુવકની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. જતીનની પત્ની બિનલની ફરિયાદના આધારે પોલીસે નાગરિ ભરવાડ તથા અન્ય વ્યક્તિ સામે ગુનો નોંધ્યો હતો. જેમાં પોલીસે અન્ય બે વ્યક્તિની ધરપકડ કરીને પૂછપરછ કરતા માલુમ પડ્યું કે નાગજીએ હત્યાના દિવસે જતીનને પોતાની કારમાં ઈને આવ્યો હતો અને દારૂ પીવા આ બંને યુવકોને બોલાવ્યા હતા.
મૃતકના 14 વર્ષ પહેલા થયા હતા પ્રેમ લગ્ન
ચારેયે કેનાલ પાસે દારૂ પીધો અને બાદમાં જતીનનું ગળું દબાવીને લાશને રેલવે ટ્રેક પર ફેંકી દીધી હતી. નાગજીએ આ માટે બંને આરોપીને 10-10 હજાર આપવાનું નક્કી કર્યું હતું. જોકે જતીનની હત્યા શા માટે કરાઈ તે આરોપીઓને ખબર નહોતી, જે બાદ નાગજીની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી. જેમાં પોલીસને જાણ થઈ કે જતીન અને બિનલે 14 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. બિનલને પતિના ધંધાકીય બિલ્ડર મિત્ર ધર્મેશ પટેલ સાથે આંખ મળી જતા પ્રેમ સંબંધ બંધાયા હતા. આ કારણે પતિ સાથે ઝઘડા થતા બિરલ કંટાળી ગઈ હતી.
પત્ની-મિત્ર સહિત 5 આરોપીઓની ધરપકડ
આથી જતીનનો કાંટો કાઢવા માટે બિનલે પ્રેમી રમેશ સાથે મળીને હત્યાનું કાવતરું ઘડ્યું હતું અને નાગજી ભરવાડને ફોન કરીને હત્યા પર અપાયેલી ટ્રક રાખવા માટે આપવાની લાલચ આપી હતી. નાગજીએ વિજય અને સંદીપ નામના બે વ્યક્તિને જતીનની હત્યાની સોપારી આપી. આમ જતીનની હત્યા બાદ તેના મોતને અકસ્માતમાં ખપાવવા માટે લાશને રેલવે ટ્રેક પર નાખી દેવાઈ હતી. ત્યારે રાત્રે ત્યાંથી ટ્રેન પસાર થતા શરીરના ત્રણ ટુકડા થઈ ગયા હતા. હાલમાં પોલીસે બિનલ, તેના પ્રેમી તથા અન્ય ત્રણ સહિત 5 આરોપીઓની ધરપકડ કરી છે.
ADVERTISEMENT