કચરાના ઢગલામાંથી મળી આવેલી વસ્તુ અમદાવાદના યુવકને વેચવી પડી ભારે, પોલીસે કરી ધરપકડ

અમદાવાદ: ક્યારેક કચરામાં કંચન મળી આવે તો ક્યારે કચરામાંથી મળી આવેલ વસ્તુ મુશ્કેલીમાં મૂકી દેતા હોય છે.  અમદાવાદના પિરાણા ડમ્પીંગ સાઇડના કચરામાંથી એક યુવકને એક…

gujarattak
follow google news

અમદાવાદ: ક્યારેક કચરામાં કંચન મળી આવે તો ક્યારે કચરામાંથી મળી આવેલ વસ્તુ મુશ્કેલીમાં મૂકી દેતા હોય છે.  અમદાવાદના પિરાણા ડમ્પીંગ સાઇડના કચરામાંથી એક યુવકને એક એવી વસ્તુ મળી જે તેને તેની પાસે રાખવી ભારે પડી ગઇ હતી. એક યુવકને કચરો વિણતા વિણતા તેમાંથી એક તમંચો મળી આવ્યો હતો. તેણે આ હથિયાર ગેરકાયદે હોવા છતાં પોતાની પાસે રાખી લીધું અને ત્યાંથી નીકળી ગયો હતો. ત્યારે એસઓજીની ટીમને એક શખ્સ હથિયાર લઇને વેચવા જતો હોવાની બાતમી મળતા પોલીસે તેને શંકાના આધારે ઝડપી પાડ્યો હતો. તેની તપાસ કરતા તેની પાસેથી એક તમંચો મળી આવતા આખરે પોલીસે તેની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

એસઓજીની ટીમને પિરાણા ચાર રસ્તા પાસે ગેરકાયદેસર હથિયાર રાખી દાણીલીમડા ખો તરફથી આવી પિરાણા ચાર રસ્તા તરફ જવાનો છે તેવી બાતમી મળી હતી. બાથમીન આધારે વોચ ગોઠવવામાં આવી હતી, તે દરમિયાન એક શખ્સ ત્યાં મળી આવ્યો હતો. પોલીસ પિરાણા કચરાના ઢગલા અંદર તરફ જવાના રોડના નાકે પહોંચી દાણીલીમડા ખોડીયાર નગર તરફથી ચાલતો આવતા આ અર્જુન ઠાકોરને અટકાવી તેની પૂછપરછ કરી તપાસ કરતા તેની પાસેથી એક દેશી બનાવટનો તમંચો મળી આવ્યો હતો. જેથી પોલીસે આરોપી અર્જુન ઠાકોર ની ધરપકડ કરી તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચો: ખરેખર, શું પોરબંદરમાં ભાજપનું કમલમ ગેરકાયદે બન્યું !! જાણો કોની પાસે છે પુરાવા

15 દિવસ પહેલા કચરામાંથી મળ્યો હતો તમંચો
આરોપી પાસેથી મળી આવેલ તમંચા બાબતે તેની પૂછપરછ કરતા તેણે પોલીસ સમક્ષ કબૂલાત કરી કે, આજથી આશરે પંદરેક દિવસ પહેલા પિરાણા કચરાના ઢગલામાં તે કચરો વિણતો હતો. આ વખતે તેને કચરાના ઢગલામાંથી આ તમંચો મળ્યો હતો. જે તેના ઘરે લઇ ગયો હતો અને તે વેચવા માટે નીકળતા જ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp