અમદાવાદ : એક વર્ષ પહેલા મુંદ્રા બંદરથી 21 હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું હતું. વિશ્વસ્તરે ડ્રગ્સની હેરાફેરી માટે ગુજરાતનો દરિયાકાંઠો હવે ધીરે ધીરે સિલ્કરૂટ બની રહ્યો છે. એક જ વર્ષમાં 25 હજાર કરોડ રૂપિયાથી વધારેનું ડ્રગ્સ ઝડપાઇ ચુક્યું છે. 16 ઓગસ્ટના રોજ વડોદરાના સાવલીના મોક્સી ગામની નેક્ટર કેમ કંપનીમાં દરોડા પાડતા 200 કિલો જેટલું એમડી ડ્રગ્સ ઝડપાયું હતું. આ અગાઉ પણ રાજ્યમાં અનેકવાર ડ્રગ્સની ફેક્ટરઓ ઝડપાઇ ચુકી છે. જો કે હવે ગુજરાત ડ્રગ્સના સિલ્કરૂટમાંથી મેન્યુફેક્ચરિંગ હબ બની ચુક્યું છે. જેના કારણે હવે પોલીસ દ્વારા ડ્રગ્સના વેચાણ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. શાળા કોલેજોના વિદ્યાર્થીઓ આ લતના બંધાણી બની રહ્યા છે. જેના કારણે હવે તેમને ડ્રગ્સથી દુર રાખવા માટે ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
અમદાવાદના આ વિસ્તારો પર પોલીસની રહેશે બાજ નજર
આ ઉપરાંત અમદાવાદ પોલીસ દ્વારા કોટ વિસ્તારમાં કારંજ દાણીલીમડા ચંડોળા તળાવ, એસજી હાઇવે પર સિંધુભવન રોડ, જુહાપુરા ડ્રગ્સની હેરાફેરી માટે હોટસ્પોટ બની ચુકી છે. જ્યાં મોટા ઘરના લોકો ડ્રગ લેવા માટે આવતા હોય છે. જેના કારણે પોલીસ દ્વારા ખાસ અંડરકવર એજન્ટો રાખવામાં આવ્યા છે. શંકાસ્પદ હિલચાલ દેખાડ તો તત્કાલ પોલીસને આ અંગે જાણ કરવામાં આવશે. શહેરમાં ડ્રગ્સની ચેઇન તોડવા માટે કેરિયર અને રિસીવરને પકડવા માટે પોલીસ હાલ સક્રિય થઇ છે.
પોલીસ હવે ડ્રગ્સ પેડલની આખી ચેઇન તોડવાની ફિરાકમાં
શહેરમાં પ્રસરી રહેલા ડ્રગ્સના વેચાણને પગલે પોલીસ હવે સફાળી જાગી છે. મુંબઇની એજન્સી આવીને કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડી ગઇ તેના કારણે ગુજરાત પોલીસને નીચા જોણું થયું છે. જો કે હવે પોલીસ અચાનક જાગી છે. હવે શાળા અને કોલેજ સ્તરે આ અંગે જાગૃતી લાવશે. હાલમાં જ એસઓજી દ્વારા એક ડ્રગ કેરિયર મહિલાની ધરપકડ કરી છે. જે પોતે ડ્રગ્સનો ખર્ચો કાઢવા બીજે ડ્રગ્સ આપવાનું શરૂ કર્યું હતું.
ADVERTISEMENT