પોળો ફોરેસ્ટમાં ન્હાવા પડેલા યુવાનનું મોત, ધારીમાં ડૂબી જતા કિશોરનું મોત

સાબરકાંઠા/અમરેલીઃ હાલમાં વેકેશન ચાલી રહ્યું છે અને રજાઓની મજા માણવા અને ખાસ કરીને ગરમીની સીઝનમાં લોકો નદીમાં ન્હાવા જવાનો આનંદ માણતા હોય છે. જોકે ક્યારેક…

Poli forest, visit, one day out, Dhari, vijaynagar, Amreli, Police

Poli forest, visit, one day out, Dhari, vijaynagar, Amreli, Police

follow google news

સાબરકાંઠા/અમરેલીઃ હાલમાં વેકેશન ચાલી રહ્યું છે અને રજાઓની મજા માણવા અને ખાસ કરીને ગરમીની સીઝનમાં લોકો નદીમાં ન્હાવા જવાનો આનંદ માણતા હોય છે. જોકે ક્યારેક આ મજા દુખદ સમાચાર પણ લઈને આવે છે. આવું જ કાંઈક પોળો ફોરેસ્ટમાં તથા અમરેલીના ધારી ખાતે બન્યું છે. અહીં ન્હાવા જતા ડૂબી જવાની બે ઘટનામાં બે વ્યક્તિના મોત નિપજ્યા છે.

પોળો ફોરેસ્ટની ઘટના
વિજયનગર પોળો ફોરેસ્ટમાં હાલ પ્રવાસીઓની મોટી સંખ્યા ઉમટી પડી છે. અહીં આણંદથી 9 મિત્રો ફરવા માટે આવ્યા હતા. ઈકો કાર લઈને અહીં મજા માણવા આવેલા યુવાનો પોળોમાં દરગાહ નજીકથી વહેતી નદીમાં પાંચ મિત્રો ન્હાવા માટે પડ્યા હતા. ન્હાવા પડેલા મિત્રો પૈકીનો અરસીલ વોરા આ દરમિયાન ડૂબી ગયો હતો. જોકે અરસીલને પાણીમાંથી બહાર કાઢવા માટે ફાયર વિભાગ તેમજ વિજયનગર પોલીસે તજવીજ હાથ ધરી હતી. દરમિયાનમાં અરસીલ વોરા મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. વિજયનગર પોલીસ સ્ટેશનના જીઆરડી જવાને મૃત યુવાનને બહાર કાઢ્યો હતો. યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ડાકોરમાં કેરાલા સ્ટોરી જેવી ઘટનાઃ દીકરીના આપઘાત પછી પિતાએ સાંભળ્યા કોલ રેકોર્ડિંગ્સ અને…

ધારીની ઘટના
બીજી બાજુ આવા જ દુખદ સમાચાર અમરેલીથી આવી રહ્યા છે. અમરેલીના ધારી ખાતે આવેલા ગળધરા ખોડિયાર ડેમના ગળધરામાં 17 વર્ષનો કિશોરનું મોત નિપજ્યું છે. આ કિશોર સાવરકુંડલાનો હોવાનું સામે આવ્યું છે. સાવરકુંડલાના આ કિશોરનું નામ જુનેશ રુસ્તમ બેલિમ હોવાનું જાણવા મળી રહ્યું છે. કિશોર ડૂબી ગયો હોવાની જાણકારી મળતા ફાયર વિભાગ દ્વારા ડેમના ધરામાં તેને શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. દરમિયાનમાં કિશોર મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. જેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે આ અંગેની વધુ તપાસ શરૂ કરી છે.

    follow whatsapp