નવી દિલ્હી : કોમનવેલ્થ ગેમ્સ 2022 માં ભારતનો ઝંડો શાનથી લહેરાવીને આવનારા ખેલાડીઓ સ્વદેશ પરત ફરી ચુક્યાં છે. શનિવારે વડાપ્રધાન મોદીએ તમામ ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી અને તેમને શાનદાર પ્રદર્શન કરવા માટે શુભકામનાઓ આપી હતી. બર્મિંઘમમાં થયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે 61 મેડલ જીત્યા હતા. અહીં ખેલાડીઓ સાથે વાત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દરેક ખેલાડી પર દેશનાં દરેકે દરેક નાગરિકને ગર્વ છે.
ADVERTISEMENT
તમારી સફળતા પર સમગ્ર દેશને ગર્વ છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખેલાડીઓએ કહ્યું કે, એક પરિવારનાં સભ્ય તરીકે મને મળવા આવ્યા છો. તમારી દરેક સફળતા પર મને ખુબ જ ગર્વ છે. બે દિવસ બાદ આઝાદીના 75 વર્ષ પુર્ણ થવા જઇ રહ્યા છે. દેશ તમારી મહેનતથી એક પ્રેરણાદાયક ઉપલબ્ધિઓ સાથે આઝાદીના અમૃતકાળમાં પ્રવેસ કરી રહ્યા છે. વડાપ્રધાને કહ્યું કે, કોમનવેલ્થ ગેમ્સમાં ઐતિહાસિક પ્રદર્શન સાથે દેશે પહેલીવાર ચેસ ઓલમ્પિયાડ આયોજન કર્યુ છે. મને સમગ્ર દેશને કોન્ફિડેન્સ હતો કે તમે જીતીને આવશો. અને તમારી સાથે વિજય ઉત્સવ જરૂર મનાવીશું.
દરેક નાગરિકોએ તમારા પ્રદર્શનને જોવા જાગરણ કર્યા છે
વડાપ્રધાને કહ્યું કે, તમે ત્યાં રમી રહ્યા હતા. અહીં કરોડો ભારતીય તમારા માટે રાત્રી જાગરણ કરી રહ્યા હતા. આખી રાત લોકો જાગતા હતા જેથી તમારુ પ્રદર્શન જોઇ શકે. આ વખતે પ્રદર્શનની ખબર મેડલની સંખ્યા પરથી જ પડી જાય છે. આ શક્ય બન્યું છે કારણ કે દરેક ખેલાડીએ પોતાનો જીવ રેડી દીધો છે. પ્રેક્ટિસથી લઇને પ્રદર્શન સુધી પોતાનું તન,મન, ધન બધુ જ અર્પણ કરી દીધું છે.
ભારત કોમનવેલ્થની મેડલ ટેલીમાં ચોથાનંબરનો દેશ રહ્યો
વડાપ્રધાને કહ્યું કે, હોકીની ટીમે આપણી લેગેસીને આગળ વધારી છે. આ વખતે અમે ચાર નવી રમતોમાં પણ મેડલ પ્રાપ્ત કર્યા છે. દરેક યુવા ખેલાડીએ દમદાર રમતનું પ્રદર્શન કર્યું છે. સૌથી આશ્ચર્યજનક બાબત છે કે, ડેબ્યુ કરનારા 31 ખેલાડીઓએ મેડલ જીત્યો છે. વડાપ્રધાને કહ્યું કે, હવે ભારતીય રમતોનો સુવર્ણયુગ શરૂ થવા જઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, 8 ઓગસ્ટે પુર્ણ થયેલી કોમનવેલ્થ ગેમ્સ 2022 માં ભારત ચોથા નંબર પર રહ્યું હતું. ભારત કુલ 61 મેડલ જીત્યા હતા. જેમાં 22 ગોલ્ડ, 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા હતા.
ADVERTISEMENT