ગાંધીનગર : આવતીકાલે સોમવારે અને 12 ડિસેમ્બરે ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીપદના શપથ ગ્રહણ કરશે. ભાજપની પ્રચંડ વિજય બાદ ગુજરાતમાં હવે ભાજપ પણ શક્તિપ્રદર્શન કરવાના મુડમાં છે. જેના કારણે અનેક ગણમાન્ય હસ્તીઓ આવતીકાલના કાર્યક્રમમાં હાજર રહી શેક છે. અમદાવાદ એરપોર્ટ પર આજે સાંજે વડાપ્રધાન પોતે જ આવી શકે છે. સોમવારે હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે શપથવિધિનો કાર્યક્રમ આયોજીત થશે. ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીપદના શપથગ્રહણ કરશે. મંત્રીમંડળ સભ્યો પણ આ કાર્યક્રમમાં શપથગ્રહણ કાર્યક્રમ કરશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ ઉપરાંત ભાજપ શાસિત અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહી શકે છે.
ADVERTISEMENT
ભાજપના ધારાસભ્ય દળના નેતા તરીકે ભુપેન્દ્ર પટેલ ચૂંટાયા
ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં ભુપેન્દ્ર પટેલની ફરી એકવાર મુખ્યમંત્રી તરીકે સર્વાનુમતીથી પસંદગી કરવામાં આવશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભુપેન્દ્ર પટેલને શપથવિધિ માટે આમંત્રણ પાઠવ્યું છે. સોમવારે સચિવાલય હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન મોદીની હાજરીમાં ભવ્યાતિભવ્ય રીતે શપથગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવશે.
ગુજરાતમાં મળેની ઐતિહાસિક સફળતાની ઉજવણી પણ ઐતિહાસિક હશે
ગુજરાતમાં ભાજપને મળેલા રેકોર્ડબ્રેક જીતનો ઉત્સવ રેકોર્ડબ્રેક રીતે થશે. ગુજરાત ભાજપની શાનદાર જીત માટે મેગા શોનું આયોજન કરવામાં આવશે. જેમાં અનેક VIP, VVIP, સાંસદો, વિજેતા ધારાસભ્યો, મુખ્યમંત્રીના મહેમાનો, ઉદ્યોગપતિઓ, કલાકારો, સંતો, વીઆઇપી લોકો અને સામાન્ય જનતાનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં કોઇને પણ સમસ્યા ન થાય તે પ્રકારે જડબેસલાક આયોજન કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT