PM LIVE: ભદ્રકાળી મંદિરમાં પુજા અર્ચના બાદ છેલ્લી ઘડીએ રોડ શોને લંબાવાયો

PM ROAD SHOW LIVE: અમદાવાદના કોટ વિસ્તારમાં પીએમ મોદીની ગર્જના ભદ્રકાળી મંદિરમાં વડાપ્રધાન મોદીએ પુજન અર્ચન કરીને ધન્યતા અનુભવી હતી અમદાવાદ :  વડાપ્રધાન મોદીએ ગઇ…

gujarattak
follow google news
  • PM ROAD SHOW LIVE: અમદાવાદના કોટ વિસ્તારમાં પીએમ મોદીની ગર્જના
  • ભદ્રકાળી મંદિરમાં વડાપ્રધાન મોદીએ પુજન અર્ચન કરીને ધન્યતા અનુભવી હતી

અમદાવાદ :  વડાપ્રધાન મોદીએ ગઇ કાલે 50 કિલોમીટર કરતા વધારો લાંબો મેગામેરેથોન રોડ શો કર્યા બાદ આજે અમદાવાદમાં ફરી એક વિશાળ જનસભાનું આયોજન કર્યું હતું. જો કે તે જનસભા સ્થળે પહોંચતા બીજો એક નાનકડો રોડ શોનું આયોજન કર્યું હતું. જેમાં એરપોર્ટથી શાહીબાગ થઇને લાલદરવાજા જશે. ત્યાં તેઓ નગરદેવી ભદ્રકાળીના દર્શન કરશે. રોડ શો ખાનપુરથી શરૂ થશે અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાં સરસપુર ખાતે પુર્ણ થશે. એટલેકે અમદાવાદ શહેરનાં લગભગ મોટા ભાગના વિસ્તારોને આવરી લેશે.

આ રોડ શોમાં કાલે છુટી ગયેલા શહેરની 3 વિધાનસભા વિસ્તારને આવરી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં અસારવા, બાપુનગર અને જમાલપુર ખાડીયા વિધાનસભા વિસ્તારને આવરી લેવામાં આવ્યા હતા. જેથી અમદાવાદ શહેરની તમામ 17 વિધાનસભાને આવરી લેવાનો પ્રયાસ કર્યો હતો.

    follow whatsapp