ભાવનગરઃ સુરતના હિરાના મોટા ઉદ્યોગપતિ દિનેશ અને સુરેશ લાખાણીએ ભાવનગરમાં એક સમૂહલગ્નનું આયોજ કર્યું છે. ભાવનગરમાં યોજાનારા આ સમૂહ લગ્નની એક આગવી વિશેષતા એ છે કે, અહીં તમામ ધર્મના યુવગલો છે. 552 દીકરીઓ અહીં પ્રભુતામાં પગલા પાડશે. સમુહ લગ્નમાં 40 મુસ્લિમ અને ત્રણ ખ્રિસ્તી યુગલો પણ છે. જોકે અહીં ગુજરાતના કદાવર નેતાઓ તો હાજરી આપવાના જ છે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવવાના છે. તેઓ અહીં આવે તો તેમના એક ધક્કામાં બે કામ થઈ જાય તેમ છે. એક તો પાટીદારો દ્વારા આયોજીત સમુહલગ્નમાં સર્વધર્મ જ્ઞાતિના લોકો સાથે પણ મુલાકાત થાય અને રોડ શો પણ કરવાના કરવાના છે. તેમની સુરક્ષા માટે જોડાયેલી સ્થાનીક ટુકડીઓએ આ પહેલા અહીં રિહર્સલ કર્યું હતું.
ADVERTISEMENT
રાજકીય મેદાન ન બને તેની તકેદારી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના ભાવનગરમાં એક સમૂહ લગ્નમાં હાજરી આપવાના છે. સ્વાભાવિક રીતે વડાપ્રધાન પદ પર હોવા છતાં સમૂહ લગ્નમાં હાજરી આપવા તેઓ આવી રહ્યા છે ત્યારે અહીંના લોકોમાં આનંદનો માહોલ છે. જોકે આ પ્રસંગમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવીયા, મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, સાંસદ ભારતીબેન શિયાળ, મેયર કીર્તિબેન તથા મંત્રી મંડળના કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓ, બગદાણાના મનજીબાપા તથા સંતો, મહંતો અને હીરા ઉદ્યોગના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે ત્યારે આ પ્રસંગ કોઈ રાજકીય મેદાન ન બની જાય તે કારણે અહીં જાહેરસભા રાખવામાં આવી નથી. આ પ્રસંગમાં હાજરી આપ્યા પછી તેઓ સાંજે 5 કલાકે ઘોઘા સર્કલથી રબર ફેક્ટરી માર્ગ સુધી ભવ્ય રોડ શો કરવાના છે. અહીં તેઓ રોડ શો કરતાં કરતાં લોકોના અભિવાદન ઝીલશે. તેમના આ કાર્યક્રમને સફળ અને સુરક્ષિત બનાવવા માટે સ્થાનીક પોલીસ, ફાયર, એમ્બ્યૂલન્સ સહિતના વાહનનોના કાફલાએ રિહર્સલ કર્યું હતું. જ
(વીથ ઈનપુટઃ નીતિન ગોહિલ, ભાવનગર)
ADVERTISEMENT