અમદાવાદ : પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે. 14 ડિસેમ્બરે એટલે આજથી પીએમ મોદીના હસ્તે ઉદ્ધાટન થયા બાદ એક મહિનો કાર્યક્રમ ચાલશે. જેના અનુસંધાને પીએમ મોદી આજે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. ગુજરાતમાં સરકાર બન્યા બાદ પહેલીવાર પીએમ મોદી આજે જાહેર સંબોધન કરશે. જો કે પીએમ મોદી એરપોર્ટ પર આવ્યા ત્યાર બાદ તેઓએ એરપોર્ટ પર એક ગુપ્ત બેઠક કરી હતી.
ADVERTISEMENT
કાર્યક્રમમાં સીએમ ભુપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ પણ હાજર
પીએમ મોદી ઉપરાંત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. અહીં તેઓએ અનેક મંત્રીઓ સાથે બેઠક કરી હતી. પીએમ મોદીએ આ બેઠકમાં કયા મુદ્દાઓ પર ચર્ચા કરી તે અંગે હજી સુધી કોઇ વિગતો બહાર આવી નથી. જો કે પીએમ મોદીની ગુપ્ત બેઠક બાદ રાજનીતિ ફરી એકવાર ગરમાઇ ચુકી છે.
કાર્યક્રમમાં પહેલીવાર જાહેર સભાને સંબોધિત કરશે પીએમ મોદી
અત્રે ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીના કાર્યક્રમમાં હાજર રહ્યા ત્યાં તેમની સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. ભવ્ય જીત બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ પહેલીવાર કોઇ જાહેર કાર્યક્રમમાં હાજર રહેશે. ઓગણજ ખાતે પીએમ અને સીએમ બંન્ને પહેલીવાર જાહેર કાર્યક્રમમાં હાજર રહેશે અને ભાષણ કરશે.
ADVERTISEMENT