ગાંધીનગર : આવતીકાલે ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન થવા જઇ રહ્યું છે. 93 બેઠકો પર આ મતદાન થાય તે પહેલા પીએમ મોદીએ પોતાના માતા હીરા બાના આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ મુલાકાત બાદ તેઓ કમલમ્ ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે હાઇ લેવલ બેઠક બોલાવી હતી. જ્યાં તેમણે અમીત શાહ સહિત ઉચ્ચ નેતાઓ સાથે બેઠક કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં થયેલા ઓછા મતદાનના કારણે પણ ભાજપના નેતાઓમાં ચિંતા છે. તેવામાં હાઇ લેવલ બેઠકથી રાજકીય ગરમાવો આવ્યો છે.
ADVERTISEMENT
કમલમ્ ખાતે ભાજપની હાઇલેવલ બેઠકમાં અમિત શાહ પણ હાજર
ગાંધીનગરમાં કોબા ખાતે આવેલા કમલમ્ ખાતે ભાજપની મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદી કમલમ્ ખાતે આયોજીત બેઠકમાં અમિત શાહ ઉપરાંત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત સંગઠન અને સરકારનાં તમામ મોટા માથાઓ હાજર છે. અહીં તેઓ આવતી કાલે કઇ રીતે મહત્તમ મતદાન કરાવી શકાય તેવા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરશે.
પીએમ મોદી રાજભવન ખાતે રાત્રીરોકાણ કરશે
પીએમ મોદી રાત્રી રોકાણ રાજભવન ખાતે કરવાનાં છે. વહેલી સવારે તેઓ 8.30 વાગ્યે રાણીપ ખાતે આવેલી નીશાન પ્રાથમિક શાળામાં મતદાન કરશે. આ ઉપરાંત પીએમ મોદી નાગરિકોને મહત્તમ મતદાન કરવા માટે અપીલ પણ કરી શકે છે. જો કે હાલ તો હાઇ લેવલ બેઠકના કારણે રાજકારણ ગરમાયું છે.
ADVERTISEMENT