PM Modi’s Gujarat Visit: PM નરેન્દ્ર મોદી 27 સપ્ટેમ્બરે છોટા ઉદેપુરની મુલાકાતે, આ મહત્વના પ્રોજેક્ટને આપશે પ્રાધાન્ય

PM Modi’s Gujarat Visit: ગુજરાતમાં વધુ એક વખત ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. દરમિયાનમાં તેઓ વડાપ્રધાન મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સને લોકોને સમર્પિત…

gujarattak
follow google news

PM Modi’s Gujarat Visit: ગુજરાતમાં વધુ એક વખત ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. દરમિયાનમાં તેઓ વડાપ્રધાન મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સને લોકોને સમર્પિત કરવા માટે આવી રહ્યા છે. સાથે જ તેઓ અન્ય મહત્વના પ્રોજેક્ટ્સનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે.

ગુજરાતમાં શિક્ષણનું સ્તર વધુને વધુ સારુ બનાવવા માટે ઘણી કામગીરીઓના રોડ મેપ બન્યા છે અને તેની જમીની હકીકત અંગે પણ આપ સારી રીતે અવગત છો. દરમિયાનમાં લોકસભાની ચૂંટણી પહેલા વધુ એક વખત ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત ₹ 4505 કરોડના વિવિધ શૈક્ષણિક વિકાસકાર્યોની ભેટ ગુજરાતને આપવા જઇ રહ્યા છે. આ ઉપરાંત, વડાપ્રધાન માર્ગ અને મકાન, વિજ્ઞાન, શહેરી વિકાસ અને ટેક્નોલોજી તેમજ પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું પણ લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. આગામી 27મીએ તેઓ ગુજરાતની મુલાકાત લેશે જે દરમિયાન છોટા ઉદેપુર જિલ્લામાં તેઓ કુલ ₹ 5206 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે.

RAJKOT માં ફૂડ માર્કેટનો સ્લેબ ધરાશાયી થતા અનેક લોકો દટાયા, 1 મોતની આશંકા

75000 ગામડાઓમાં વિલેજ વાઈફાઈની સુવિધા

મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ અંતર્ગત વડાપ્રધાન દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેમાં 9088 નવા વર્ગ ખંડ, 50300 સ્માર્ટ ક્લાસરૂમ, 19600 કોમ્પ્યુટર લેબ્સ, 12622 વર્ગખંડનું અપગ્રેડેશન અને અન્ય શૈક્ષણિક સુવિધાઓનો સમાવેશ થશે. ઉપરાંત વડાપ્રધાન દ્વારા 20 લાખ લાભાર્થીઓને ધ્યાનમાં રાખીને 22 જિલ્લાઓના 7500 ગામડાઓમાં રૂપિયા 60 કરોડના ખર્ચે વિલેજ વાઈ-ફાઈ સુવિધાનું લોકાર્પણ પણ કરવામાં આવશે. ઉપરાંત દાહોદમાં 23 કરોડના ખર્ચે નવોદય વિદ્યાલય અને 10 કરોડ રૂપિયાના FM રેડિયો સ્ટુડિયોનું લોકાર્પણ કરશે.

    follow whatsapp