નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 30 અને 31 ઓક્ટોબરે ગુજરાતના મહેમાન બની રહ્યા છે. 30 ઓક્ટોબરે સવારે 09.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચીને વડાપ્રધાન 10.20 વાગ્યે અંબાજી પહોંચશે. અહીં તેઓ આરાસુરી માં અંબાના દર્શન કરશે. દર્શન કર્યા બાદ તેઓ ખેરાલુ પહોંચશે. અહીં તેઓ વિશાળ જનસભાને સંબોધિત કરશે. ત્યાર બાદ તેઓ ગાંધીનગર પહોંચીને રાજભવન ખાતે રાત્રી રોકાણ કરશે.
ADVERTISEMENT
બીજા દિવસનો કાર્યક્રમ
બીજા દિવસે 31 ના રોજ વડાપ્રધાન ગાંધીનગરથી કેવડિયા જવા માટે રવાના થશે. કેવડિયા ખાતે તેઓ વડાપ્રધાન એકતા પરેડમાં હાજર રહેશે. 1 વાગ્યે તેઓ વડોદરા આવશે અને વડોદરાથી દિલ્હી જવા માટે રવાના થશે. વડાપ્રધાનના ગુજરાત પ્રવાસને પોલીસ દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
4778 કરોડના કામોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરશે
મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ડભોડા ગામે 30 ઓક્ટોબરે PM મોદીની સભાનું આયોજન કરાયું છે. દરમિયાન 4779 કરોડના વિકાસકાર્યોના ખાતમૂહુર્ત અને લોકાર્પણ થશે. પૂર્વ ગૃહપ્રધાન રજની પટેલે જણાવ્યું કે, પીએમ મોદી ખેરાલુના ડભોડામાં મહેસાણા, પાટણ, બનાસકાંઠાની સંયુક્ત સભાને સંબોધિત કરશે. વડાપ્રધાન મહેસાણા જિલ્લાની મુલાકાતે આવી રહ્યા હોવાથી તંત્રથી માંડીને કાર્યકર્તાઓમાં ઉત્સાહ અને દોડાદોડ બંન્ને જોવા મળી રહી છે.
પીએમ મોદીના કાર્યક્રમને પગલે સમગ્ર ગુજરાતનું તંત્ર એલર્ટ મોડ પર
PM નરેન્દ્ર મોદીના કાર્યક્રમને પગલે મહેસાણા વહીવટી તંત્ર એલર્ટ થઇ ચુક્યું છે. PM મોદીના સભા સ્થળે 100 થી વધારે CCTV કેમેરા લગાવવામાં આવશે. સભા સ્થળ, પાર્કિંગ સહિત અલગ અલગ સ્થળો પર CCTV લગાવી દેવાયા છે. સૌપ્રથમવાર સીસીટીવી કેમેરાથી તંત્ર ચાંપતી નજર રાખી રહ્યું છે. કેમેરાનું મોનિટરિંગ કરવા કંટ્રોલરૂમ તૈયાર કરાયો છે. જ્યાંથી સમગ્ર સભાસ્થળના ખુણેખુણા પર નજર રાખવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ખેરાલુના ડભોડામાં સભાને સંબોધિત કરશે.
ADVERTISEMENT