જામનગરમાં PM મોદીનો ભવ્ય રોડ શો: છોટે કાશીના લોકોએ અદ્ભુત પ્રેમ આપ્યો

જામનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસના ચોથા તબક્કામાં જામનગર પહોંચ્યા છે. અહીં તેઓ જામનગરમાં અનેક પ્રકલ્પોનું ઉદ્ધાટન કરશે. અહીં તેમનું સ્થાનિક નેતાઓ દ્વારા…

pm modi

pm modi

follow google news

જામનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસના ચોથા તબક્કામાં જામનગર પહોંચ્યા છે. અહીં તેઓ જામનગરમાં અનેક પ્રકલ્પોનું ઉદ્ધાટન કરશે. અહીં તેમનું સ્થાનિક નેતાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં તેઓ સૌની યોજના લીંક 3 (પેકેજ 7) નું લોકાર્પણ કરશે. હરિપરના 40 મેગાવોટ સોલાર પી.વી પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.

આ ઉપરાંત સૌની યોજના લીંક-1 (પેકેજ-5)નું લોકાર્પણ કરશે. આ ઉપરાંત કાલાવડ જુથ સુધારણા પાણી પુરવઠ્ઠા યોજનાનું ખાતમુહર્ત, મોરબી માળીયા જોડિયા જુથ સુધારણા પાણી પુરવઠ્ઠા યોજનાનું ખાતમુહર્ત કરશે. આ ઉપરાંત લાલપુર બાયપાસ તથા હાપા માર્કેટિંગ યાર્ડ રેલવે ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત પણ કરશે. આ ઉપરાંત અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ નેટવર્ક તથા પમ્પીંગ મશીનરી રિભર્બીશ્ડ વર્કનું પણ ખાતમુહૂર્ત કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, તેઓ આ પ્રકલ્પોનું ડિજિટલી લોન્ચિંગ કરશે.

વડાપ્રધાન મોદીના ભવ્ય રોડ શો દરમિયાન વિશાળ સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. પીએમ મોદીએ મુક્ત મને લોકોનું અભિવાદન જીલ્યું હતું. ગાડીમાંથી બહાર આવીને લોકોનું અભિવાદન જીલ્યું હતું. આટલી મોટી સંખ્યામાં હાજર રહેવા બદલ જામનગરના લોકોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી ગુજરાતનાં પ્રવાસે છે જેમાં આજના દિવસમાં ચોથા તબક્કામાં તેઓ જામનગર ખાતે પહોંચ્યા છે.

    follow whatsapp