મોદીના ફેન અને PM બનવા માગતા સુરતના 13 વર્ષના ટેણિયાએ કેજરીવાલે પૂછ્યા સવાલ, વીડિયો વાઈરલ

સંજયસિંહ રાઠોડ/સુરત: ગુજરાતમાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. તમામ રાજકીય પાર્ટીઓ આ દરમિયાન સુરતના એક 13 વર્ષના છોકરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ…

gujarattak
follow google news

સંજયસિંહ રાઠોડ/સુરત: ગુજરાતમાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. તમામ રાજકીય પાર્ટીઓ આ દરમિયાન સુરતના એક 13 વર્ષના છોકરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં વિવાન અનડકટ નામનો આ બાળક કેજરીવાલને પાંચ સવાલોના જવાબ માંગી રહ્યો છે.

13 વર્ષના વિવાને શું સવાલો પૂછ્યા?
ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવતા અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતાને એક બાદ એક કેટલીક ગેરંટીઓ આપી હતી. જેને લઈને જ કેજરીવાલના વચનો પર બાળકે સવાલ કર્યો છે કે, રામમંદિરના નિર્માણમાં તમારો કેટલો ફાળો છે? તમે રામ મંદિર દર્શન માટે કેટલી વાર ગયા છો? શું તમે રામ મંદિરના શિલાન્યાસ બાદ પીએમ મોદીનું અભિવાદન કર્યું છે? રામ મંદિર માટે 57 કાર સેવકોની નિર્મમ હત્યા અંગે તમારો શું મત છે?

PM બનવા માગે છે 13 વર્ષનો વિવાન
ઉલ્લેખનીય છે કે, કેજરીવાલ ગુજરાતમાં લોકોને વચન આપી રહ્યા છે કે જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો તે લોકોને અયોધ્યા રામ મંદિરના દર્શન મફતમાં કરાવશે. 13 વર્ષના વિવાનની રાજકીય સમજનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તે મોટા થઈને દેશના વડાપ્રધાન બનવા માંગે છે અને પીએમ બન્યા બાદ વિદેશ અને શૈક્ષણિક નીતિને ઠીક કરવા માંગે છે.

    follow whatsapp