PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના 5 વર્ષ પૂર્ણ, અત્યાર સુધીમાં કેટલા પ્રવાસીઓ આવ્યા?

Statue Of Unity: વડાપ્રધાન બનતા પહેલા નરેન્દ્ર મોદીએ ભારતના લોખંડી પુરુષ સરદાર પટેલની સૌથી મોટી પ્રતિમા બનાવવાનું સપનું જોયું હતું. ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નરેન્દ્ર…

gujarattak
follow google news

Statue Of Unity: વડાપ્રધાન બનતા પહેલા નરેન્દ્ર મોદીએ ભારતના લોખંડી પુરુષ સરદાર પટેલની સૌથી મોટી પ્રતિમા બનાવવાનું સપનું જોયું હતું. ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નરેન્દ્ર મોદીએ વર્ષ 2013માં તેનો શિલાન્યાસ કર્યો હતો અને પીએમ બન્યા બાદ વર્ષ 2018માં તેમણે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટીને દેશને સમર્પિત કરી હતી. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા અંદાજે રૂ. 2989 કરોડમાં પૂર્ણ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં 1.53 કરોડ પ્રવાસીઓ તેની મુલાકાત લઈ ચૂક્યા છે. આ પ્રતિમા બન્યા બાદ સ્થાનિક લોકોને રોજગારીની તકો મળી અને ગુજરાત અને દેશના પ્રવાસીઓને પણ નવું પ્રવાસન સ્થળ મળ્યું.

કેટલા પ્રવાસીઓ ક્યારે આવ્યા?

  • વર્ષ 2018માં 4.53 લાખ
  • વર્ષ 2019માં 27.45 લાખ
  • વર્ષ 2020 માં 12.81 લાખ (કોવિડ સમય)
  • વર્ષ 2021માં 34.29 લાખ
  • વર્ષ 2022માં 41.32 લાખ
  • વર્ષ 2023માં 31.92 લાખ

ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2010માં નર્મદા જિલ્લાના કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણની જાહેરાત કરી હતી, ત્યારબાદ વર્ષ 2018માં આ પ્રતિમા દેશને સમર્પિત કરવામાં આવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ એક પછી એક 26 નવા પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા અને કેવડિયા પણ હવે એકતા નગર બની ગયું છે.

કયા પ્રોજેક્ટ્સ પહેલેથી જ શરૂ થઈ ગયા છે?

વિશ્વ વન
એકતા નર્સરી
બટરફ્લાય ગાર્ડન
એકતા ઓડિટોરિયમ
રિવર રાફ્ટિંગ
કેક્ટસ ગાર્ડન
આરોગ્ય વન
જંગલ સફારી
એકતા ક્રુઝ બોટ
એકતા મોલ
ચિલ્ડ્રન્સ પાર્ક
ઈ-બસ સેવા
નર્મદા આરતી
SOU સાઉન્ડ અને લાઇટ શો

શું શરૂ થઈ રહ્યું છે?

ગોલ્ફ કાર્ટ્સ
પબ્લિક બાઇક શેરિંગ
પ્રવાસી કેન્દ્ર
કમલમ પાર્ક
વોક વે
50 બેડની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ
સહકાર ભવન

પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ પૈકીના એક સ્ટેચ્યુ ઓફ યુનિટીના 5 વર્ષ પૂર્ણ થવા પર પીએમ મોદી પોતે ત્યાં હાજર રહેશે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ તેઓ દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. સોમવારે પણ તેમણે કહ્યું હતું કે સરદાર પટેલની આ પ્રતિભા આવનારી પેઢીઓ માટે માથું ઉંચુ રાખીને ચાલવાનું ઉત્તમ કાર્ય છે.

(બ્રિજેશ દોશી, અમદાવાદ)

 

    follow whatsapp