EXCLUSIVE: PM મોદી 20 ઓક્ટોબરે બનશે છોટાઉદેપુરના મહેમાન, તડામાર તૈયારીઓ શરૂ

નરેન્દ્ર પેપરવાલા/નર્મદા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 ઓક્ટોબરે આદિવાસી વિસ્તાર ધરાવતા છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી આવશે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે વડાપ્રધાનના કાર્યક્રમને લઈને જિલ્લા કલેકટરે…

gujarattak
follow google news

નરેન્દ્ર પેપરવાલા/નર્મદા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 ઓક્ટોબરે આદિવાસી વિસ્તાર ધરાવતા છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી આવશે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે વડાપ્રધાનના કાર્યક્રમને લઈને જિલ્લા કલેકટરે તમામ અધિકારીઓ સાથે મીટીંગ કરી સ્ટેટ આર.એન.બી વિભાગે આઠ કરોડનું ટેન્ડર વડાપ્રધાનના કાર્યક્રમને લઈને બહાર પાડ્યું હતું. સમગ્ર જિલ્લાનું વહીવટ તંત્ર વડાપ્રધાન ના કાર્યક્રમને લઈને વ્યસ્ત બન્યું છે.

કલેક્ટર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી
સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે વડાપ્રધાનનો કાર્યક્રમ તારીખ 20/10/ 2022 ના રોજ નક્કી થતા જિલ્લા કલેકટરે તમામ વિભાગના અધિકારીઓ સાથે જિલ્લા સેવાસદન ખાતે મીટિગ રાખવામાં આવી હતી. દરેક વિભાગના અધિકારીઓને વડાપ્રધાનના કાર્યક્રમની જાણકારી આપવામાં આવી હતી. માત્ર દસ દિવસનો સમય હોવાથી તમામ વિભાગોનાં અધિકારીઓને ઝડપથી વડાપ્રધાનના કાર્યક્રમની તૈયારી કરવાનું ફરમાન કર્યું છે. જ્યારે સ્ટેટ આર.એન.બી વિભાગે આઠ કરોડનું ટેન્ડર વડાપ્રધાનના કાર્યક્રમનાં મંડપ તેમજ અન્ય કામગીરી માટે બહાર પાડ્યું છે.

કાર્યક્રમમાં 50 હજારથી વધારે લોકો હાજર રહેશે
વડાપ્રધાનના કાર્યક્રમનાં સભાસ્થળ ઉપર 50 હજાર જેટલા લોકોને ભેગા કરવા માટે વિશાળ મંડપ તેમાં જ ત્રણ જેટલાં હેલીપેડ બનાવવા માટે જગ્યા ની સફાઈ પણ આરંભી દીધી છે. ગુજરાત સ્ટેટ આર.એન.બી વિભાગને મંડપની જવાબદારી તેમજ જિલ્લા પંચાયત માર્ગ પાર્કિંગની જવાબદારી તેમજ સ્થળે ઉપર લોકોને લાવવા અને લઈ જવાની જવાબદારી જિલ્લા કલેકટર જાતે સાંભળશે. જ્યારે જિલ્લાના તમામ અધિકારીઓને મંગળવારના રોજ બોડેલી ખાતે મિટિંગ રાખવામાં આવી છે. કોઈપણ અધિકારી ગેરહાજર નહીં રહી શકે. સાથે દિવાળીને માંડ 15 દિવસનો સમય બાકી છે ત્યારે વડાપ્રધાનના કાર્યક્રમ દિવાળી નજીક આવતા અધિકારીઓની દિવાળીની તૈયારીમાં પણ ભંગ પડ્યો છે.

અધિકારીઓમાં ભારે કચવાટ
જ્યારે અધિકારીઓને ફરજિયાત હાજર રહેવાનું છે. ઉલ્લેખનીય પડોશી નર્મદા જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં અનેક વાર આવી ચૂક્યા છે પરંતુ પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી પરીણામમાં કોંગ્રેસના ગઢ ગણાતા છોટાઉદેપુર જિલ્લામાં પહેલીવાર સરકારી કાર્યક્રમમાં વડાપ્રધાન આવી રહ્યા છે.

    follow whatsapp