સુરતઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના દિગ્ગજો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. તેવામાં ભાજપનો ગઢ ગણાતા એવા ગુજરાતમાં PM નરેન્દ્ર મોદી 29 અને 30 સપ્ટેમ્બરે રાજ્યના પ્રવાસ પર આવી રહ્યા છે. જ્યાં નરેન્દ્ર મોદી વિકાસલક્ષી વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે તથા વિવિધ કાર્યક્રમોમાં પણ ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે 29 સપ્ટેમ્બરે સુરત પ્રવાસ દરમિયાન નરેન્દ્ર મોદી સુપર એક્ટિવ મોડમાં જોવા મળશે. ઉલ્લેખનીય છે કે તેમના આગમન પહેલા જ હર્ષ સંઘવીએ પણ કાર્યક્રમના સ્થળ સહિત વિવિધ જગ્યા પર ચાલી રહેલી તૈયારીઓની સમીક્ષા કરી હતી. આની સાથે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પર પણ તજવીજ શરૂ કરાઈ હતી. ચલો અહીં વડાપ્રધાનનાં વ્યસ્ત માળખા પર પર નજર કરીએ…
ADVERTISEMENT
સુરતમાં વડાપ્રધાન મોદી એરપોર્ટથી રોડ શો કરશે…
PM મોદી 29 સપ્ટેમ્બરના દિવસે સવારે 11.30 વાગ્યે સુરત ખાતે રૂ.3400 કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. જોકે આની પહેલા સવારે 11 વાગ્યે આની પહેલા તેઓ સુરતમાં એરપોર્ટથી કાર્યક્રમના સ્થળ સુધી રોડ શો કરશે એવી માહિતી સામે આવી રહી છે. લોકાર્પણ પ્રોજેક્ટ્સમાં પુરવઠા, ડ્રેનેજ પ્રોજેક્ટ્સ, ડ્રિમ સિટી, બાયોડાયવર્સિટી પાર્ક અને અન્ય વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ કરશે. નોંધનીય છે કે આની સાથે વડાપ્રધાન મોદી જે વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે એમાં જાહેર માળખાકીય સુવિધા, હેરિટેજ રિસ્ટોરેશન, સિટી બસ/બીઆરટીએસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈલેક્ટ્રિક વાહન ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા વિકાસના કાર્યોનો સમાવેશ થયો છે.
વડાપ્રધાન મોદી આની સાથે ફેઝ-1ના રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કાર્યો તથા ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કેન્ટાઈલ (DREAM) સિટીના એન્ટ્રન્સ ગેટનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ સુરતમાં ડાયમન્ડ ટ્રેડિંગ બિઝનેસના વિકાસનો પાયો નાંખશે. નોંધનીય છે કે અત્યારે સુરતમાં કોર્મશિયલ અને રેસિડેન્શિયલ સ્પેસની વધતી જતી માગને પહોંચી વળવા માટે વડાપ્રધાન મોદી દ્વારા આ વિકાસલક્ષી પ્રોજેક્ટને શરૂ કરવામાં આવ્યો છે. અત્યારે આ પ્રોજેક્ટનો ફેઝ-2નો શિલાન્યાસ PM મોદી દ્વારા કરાશે.
PM મોદી સુરતમાં ખોજ મ્યૂઝિયમનું પણ ઉદ્ઘાટન કરશે
સુરતમાં વડાપ્રધાન મોદી સુપર એક્ટિવ રહેશે. ત્યારપછી તેઓ બાયોડાયવર્સિટી પાર્કનો શિલાન્યાસ કરશે. જેનું નિર્માણ 87 હેક્ટરથી વધુના વિસ્તારમાં થયું છે. આની સાથે PM મોદી સુરતમાં ખોજ મ્યૂઝિયમનું પણ ઉદ્ઘાટન કરશે. બાળકો માટે નિર્મિત આ મ્યૂઝિયમમાં ઈન્ટરેક્ટિવ ડિસ્પ્લે, પૂછપરછ આધારિત પ્રવૃત્તિઓ અને બાળકોને થતી વિવિધ જિજ્ઞાસાઓ અંતર્ગત તેમને જ્ઞાન પૂરૂ પાડવા માટે સંશોધનની વ્યવસ્થા કરાઈ છે.
5 દિવસમાં 12થી વધુ સભા સંબોધશે
વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસ દરમિયાન વિકાસલક્ષી જાહેરાત કરી શકે છે. તેવામાં સપ્ટેમ્બર અને ઓક્ટબર મહિના દરમિયાન તેઓ 5 દિવસ ગુજરાત પ્રવાસ પર હશે. જેમાં તેઓ કુલ 12 જેટલી જનસભાને સંબોધશે. નોંધનીય છે કે આ દરમિયાન વડાપ્રધાન મોદી સુરત, ભાવનગર, અંબાજી, જામનગર, ભરૂચ અને રાજકોટના પ્રવાસે આવશે. જ્યાં જનસભાને સંબોધશે. આનાથી સ્પષ્ટ થાય છે કે આગામી ચૂંટણી પહેલા હવે ભાજપ પણ પ્રચાર કરવા કમરકસી રહી છે.
ADVERTISEMENT