અમદાવાદ : ગુજરાતમાં આજે બીજા તબક્કાનું મતદાન થવા જઇ રહ્યું છે એ દરમિયાન પીએમ મોદીએ પણ મત આપ્યા હતા. ત્યાર બાદ પોતાના મોટાભાઇ સોમાભાઇ મોદીના ઘરે પણ તેઓ ગયા હતા. પીએમ બન્યા બાદ પહેલીવાર આ છે જ્યારે તેઓ પોતાના ભાઇના ઘરે ગયા હોય. જો કે ભાઇએ પીએમ સાથે વાત કરતા જણાવ્યું કે, તમે દેશ માટે ખુબ જ મહેનત કરી રહ્યા છો. થોડો આરામ પણ કરો.
ADVERTISEMENT
વિકાસ કરતા વ્યક્તિને મત આપવા માટે અપીલ કરી
પીએમના મોટા ભાઇ સોમાભાઇએ કહ્યુ કે, મારો મતદાતાઓને એક જ સંદેશ છે કે, પોતાના મતનો યોગ્ય ઉપયોગ કરે. દેશનો વિકાસ થાય તેવી પાર્ટીને મત આપવો જોઇએ. એવા લોકોની પસંદગી થવી જોઇએ જેઓ વિકાસ સાથે હોય. 2014 થી થઇ રહેલો વિકાસ લોકો જોઇ રહ્યા છે. તેના આધારે જ મતદાન થાય તે ખુબ જ જરૂરી છે.
PM પહેલીવાર પોતાના મોટાભાઇના ઘરે પહોંચ્યા, કાનમાં કહી એક મહત્વની વાત
બીજી તરફ પીએમ મોદી જ્યારે ભાઇના આશિર્વાદ લેવા માટે પહોંચ્યા ત્યારે કેવો આનંદ થયો તે અંગે પુછતા તેઓ ભાવુક થઇ ગયા હતા. તેમણે કહ્યું કે, તેણે ખુબ જ મહેનત કરી છે. હાલ પણ દેશ માટે ખુબ જ મહેનત કરી રહ્યા છે. થોડો આરામ કરો. જેના જવાબમાં તેમણે હકારમાં માથુ ધુણાવ્યું હતું.
ADVERTISEMENT