અમદાવાદ: વિધાનસભાની ચૂંટણી અગાઉ દિલ્હીના અનેક નેતાઓના ગુજરાત સતત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ગુજરાતના પ્રવાસે આવે તેવા સંભાવના છે. વડાપ્રધાન મોદી આગામી 27-28 ઓગસ્ટના રોજ ગુજરાતની મુલાકાતે આવશે. જ્યાં તેઓ અમદાવાદથી લઈને કચ્છ સુધી વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે તથા જનસભાને પણ સંબોધશે.
ADVERTISEMENT
આવો હશે વડાપ્રધાનનો કાર્યક્રમ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 અને 28 ઓગસ્ટ એમ બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. જેમાં તેઓ 27મીએ અમદાવાદ પહોંચશે અહીં તેઓ નવી સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કરશે. આ સાથે જ જનસભાને પણ સંબોધન કરશે. જ્યારે 28મી ઓગસ્ટે તેઓ કચ્છ પહોંચશે. અહીં સ્મૃતિ વનનું વડાપ્રધાન લોકાર્પણ કરશે તથા કચ્છમાં પણ જનસભાને સંબોધશે. વડાપ્રધાનના આગમનને પગલે તૈયારીઓ આરંભી દેવાઈ છે.
વરસાદના કારણે અગાઉ PM નો પ્રવાસ રદ કરાયો
નોંધનીય છે કે વડાપ્રધાન મોદી અગાઉ ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં ગુજરાતના પ્રવાસે આવવાના હતા. જોકે વરસાદના કારણે તેમના કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હતા. એવામાં હવે તેઓ ઓગસ્ટના અંતમાં આવીને ગુજરાતની પ્રજાને સંબોધશે. વિધાનસભાની ચૂંટણી અગાઉ દિલ્હીથી રાજકીય નેતાઓના પ્રવાસ ગુજરાતમાં વધી રહ્યા છે.
16મીએ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે
બીજી તરફ અરવિંદ કેજરીવાલ 16મી ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવશે. 16મીએ કેજરીવાલનો જન્મદિવસ છે અને તેઓ પ્રથમ વખત ગુજરાતના કચ્છની મુલાકાતે આવશે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે કેજરીવાલ ટાઉનહોલ કાર્યક્રમ કરશે અને ગુજરાતના લોકોને વધુ એક ગેરેન્ટી પણ આપશે.
અશોક ગેહલોત 16થી 18 ઓગસ્ટે ગુજરાતમાં
જ્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસના નિરીક્ષક અશોક ગહેલોત (Ashok Gehlot) પણ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના (Congress) નિરીક્ષક બન્યા બાદ તેઓ પહેલીવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ 16થી 18 ઓગસ્ટ સુધી સુરતથી લઈને સૌરાષ્ટ્ર સુધી કોંગ્રેસના વિવિધ નેતાઓ સાથે મુલાકાત કરશે.
ADVERTISEMENT