ગાંધીનગરઃ ગુજરાતમાં જોરશોરથી હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત થઈ ગઈ છે. તેવામાં આજે શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા દ્વારા પણ રાષ્ટ્રધ્વજનું વિતરણ કરાયું હતું. PM મોદીના માતા હીરાબાએ આસપાસનાં બાળકોને તિરંગો ભેટ આપ્યો હતો. એટલું જ નહીં બાળકો સાથે મળીને તિરંગો ફરકાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે 15 ઓગસ્ટના દિવસે દેશને આઝાદીના 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે. આને ઐતિહાસિક બનાવવા માટે 13થી 15 ઓગસ્ટ વચ્ચે નરેન્દ્ર મોદી દ્વારા દરેક દેશવાસીઓને ઘરમાં કે ઓફિસમાં તિરંગો ફરકાવવાની અપિલ કરવામાં આવી છે.
ADVERTISEMENT
હીરા બા દ્વારા હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી
નોંધનીય છે કે નરેન્દ્ર મોદીના માતા હીરા બા દ્વારા આસપાસનાં બાળકોને ઘરે બોલાવ્યા હતા. આ દરમિયાન 100 વર્ષની વયે હીરાબાએ ઉત્સાહભેર રાષ્ટ્રભક્તિનું ઉદાહરણ સ્થાપિત કર્યું છે. એટલું જ નહીં તેમણે ઘરે આવેલા બાળકોને તિરંગો ભેટમાં આપીને દરેક સાથે હર ઘર તિરંગા અભિયાનની શરૂઆતની સાથે ઉજવણી કરી હતી.
PM મોદી માતાને મળવા અવાર નવાર આવતા રહે છે
હીરાબા મોદીનાં 100મા જન્મ દિવસે વડાપ્રધાન મોદી ખાસ ગિફ્ટ લઈને તેમને મળવા પહોંચ્યા હતા. એટલું જ નહીં પોતાના માતાના જન્મ દિવસની ઉજવણી કરવા માટે PM મોદીએ ખાસ પૂજાપાઠનું આયોજન પણ કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાને વડનગરમાં ભક્તિ સંધ્યા જેવા વિવિધ કાર્યક્રમો યોજીને ઉજવણી કરી હતી.
ADVERTISEMENT