મહેસાણા : ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે નજીક છે ત્યારે તમામ પક્ષો પોતપોતાની રીતે તડામાર તૈયારીઓ ચલાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20-30 સપ્ટેમ્બર બાદ તેઓ ફરી આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. તેઓ પોણાચાર વાગ્યે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોચ્યા હતા. અહીં તેમનું સ્વાગત કરવા માટે આચાર્યદેવવ્રત, સી.આર પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજર હતા. તેઓએ તેમનું સ્વાગત કર્યું હતું.
ADVERTISEMENT
– હજારો કરોડના પ્રોજેક્ટ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આવી રહ્યા છે. રોજગારના નવા અવસર પેદા થઇ રહ્યા છે. ખેડૂતો અને પશુપાલકોની આવક વધારવામાં મદદ કરશે.
– મોઢેરા સોલાર પાવર્ડ વિલેજ બનવાના કારણે આજે સમગ્ર દેશમાં મોઢેરાની ચર્ચા થઇ રહી છે.
– પર્યાવરણવાદીઓ માટે મોઢેરા એક નવા ઉદાહરણીય જગ્યા તરીકે વિકસશે.
– સરકાર સોલાર પાવરને પ્રોત્સાહન આપવા માટે દરેક નાગરિકને આર્થિક મદદ કરે છે.
– ગુજરાતના 20-22 વર્ષના યુવાનોએ કફર્યૂ શબ્દ સાંભળ્યો નથી. જડબેસલાક કાયદો અને વ્યવસ્થા કરી છે.
– મહેસાણાવાસીઓને કહ્યું-તમે આંખ બંધ કરીને મને આશીર્વાદ આપ્યા છે.
– મને આવનારી પેઢીની ચિંતા હતી એટલે શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે તમામ શક્તિ કામે લગાવી.
– મારું ગામડું સમૃદ્ધ થાય તો મારું ગુજરાત ક્યારેય પાછું ન પડે.
– મોઢેરા ટુરિઝમનું મોટુ હબ બનવા જઇ રહ્યું છે. મોઢેરા નિવાસીઓ તૈયાર થઇ જાઓ.
– સુજલામ સુફલામ યોજના માટે ખેડૂતોએ જે જમીન જોઈતી હતી તે આપી તે બદલ આભાર.
– પીએમ મોદીએ જણાવ્યું કે, મારા શબ્દો લખી રાખજો, જે ગુજરાતમાં સાઇકલ નહોતી બનતી ત્યાં ગાડી અને મેટ્રોના કોચ બનવા લાગ્યાં છે હવે એ દિવસો દૂર નથી કે અહીં વિમાન પણ બનતા હશે.
– જાપાનવાળા ગાડી અહીં બનાવે અને અહીં બનાવેલી ગાડી જાપાન મંગાવે છે.
– નરેન્દ્ર અને ભૂપેન્દ્ર બંને ભેગા થયા એટલે હવે વિકાસની ગતિ જબરદસ્ત વધી છે અને ડબલ એન્જિનવાળી સરકાર કામક રી રહી છે.
– વિકાસ કરવો હશે તો શિક્ષણ, કૌશલ્ય અને આરોગ્ય વિના બધું અધૂરું છે, એટલે જ અમારી સરકારે મહેસાણા સહિત સમગ્ર ગુજરાતમાં આ મુદ્દાઓ પર વિશેષ ધ્યાન આપ્યું.
– જે વડનગરમાં ધોરણ 11 પછી ક્યાં જવું અને શું કરવું તે સવાલ હતો ત્યાં આજે મેડિકલ કોલેજ છે.
– હવે અહીં માત્ર દેશ નહી સમગ્ર વિશ્વના ટુરિસ્ટો આવશે તમે તૈયારી કરો અને કોઇ દુખી થઇને ન જાય તે જોવાની જવાબદારી.
સ્થાનિક નેતાઓથી નિરાશ PM એ કમાન પોતાના હાથમાં લીધી
ગુજરાતમાં ચૂંટણીના પગલે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ધક્કા ગુજરાતમાં વધી ગયા છે. આમ આદમી પાર્ટીના સતત વધી રહેલા પ્રભાવને ખાળવા સ્થાનિક નેતાઓને અસમર્થ દેખાઇ રહ્યા છે.ત્યારે હવે કેન્દ્રીય નેતૃત્વએ કમાન પોતાના હાથમાં લીધી છે. જેના કારણે કેન્દ્રીય નેતાઓના પ્રવાસ તબક્કાવાર રીતે વધી રહ્યા છે. અમિત શાહ અને પીએમ ઉપરાંત મનસુખ માંડવીયા, પુરૂષોત્તમ રૂપાલા સહિત અનેક નેતાઓ ઉપરાંત કેન્દ્રના અનેક નેતાઓ પ્રવાસે આવી રહ્યા છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી
પીએમ મોદી આજે મહેસાણા પ્રવાસે આવવાના છે. જેના પગલે જિલ્લા વહીવટી તંત્ર પણ તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. જેના પગલે જિલ્લા વહીવટી તંત્રએ તૈયારીઓ પુર્ણ કરી દીધી છે. પીએમ મોદી મોઢેરા સ્થિત કુળદેવી મોઢેશ્વરી માતાના દર્શન કરીને આશીર્વાદ મેળવીને કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું તેઓ લોકાર્પણ પણ કરશે. દેલવાડાથી મોઢેરા સુધીનો જે હાઇવે છે બંન્ને સાઇડ પર લોખંડની રેલિંગ બનાવી દેવાયા છે. પીએમ લોકોને અભિવાદન જીલશે અને મોઢેરા ખાતે રોડ શો કરે તેવી પણ શક્યતાઓ છે.
ADVERTISEMENT