કચ્છઃ કચ્છના અંજારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ માટે પ્રચાર પ્રસાર કર્યો હતો ત્યારે મોટી જનમેદનીને તેમણે સંબોધી હતી. તેમણે આ દરમિયાન કચ્છના વિકાસની વાત કરી હતી. તેમણે ગુજરાતમાં થયેલા ભુકંપ વખતે કચ્છની તારાજીને પણ યાદ કરી હતી અને તેમણે આ દરમિયાન કોઈ રીતે કચ્છ બેઠું થાય તેવું લાગતું નથી તેવું કહેતા હતા પરંતુ હવે જુઓ કચ્છ કેટલું વિકસ્યું છે તેવું પણ નરેન્દ્ર મોદીએ કહ્યું છે. ગ્રીન હાઈડ્રોજનથી ભવિષ્યમાં ગાડીઓ ચાલવાની છે. રિન્યુએબલ એનર્જી માટે કચ્છ દુનિયા માટે શ્રદ્ધાનું કેન્દ્ર બનવાનું છે તેવું પણ તેમણે ઉમેર્યું કહ્યું હતું.
ADVERTISEMENT
ગ્રીન હાઈડ્રોજનથી ગાડીઓ ચાલશેઃ મોદી
રિન્યુએબલ એનર્જી માટે કચ્છ દુનિયાનું શ્રદ્ધાનું કેન્દ્ર બનવાનું છે. ગ્રીન હાઈડ્રોજનનું અભિયાન ઉપાડ્યું છેને, ભવિષ્યમાં ગ્રીન હાઈડ્રોજનથી ગાડીઓ ચાલવાની છે. વીજળી જે કામ કરે છે તે ગ્રીન હાઈડ્રોજન કરવાનું છે. આ ગ્રીન હાઈડ્રોજનનું ભારતનું મોટામાં મોટું હબ એ આપણા કચ્છમાં બનવાનું છે. અને શક્યતા ખરી કે દુનિયાનું મોટામાં મોટું પુરવાર થાય. રિન્યુએબલ એનર્જી, ગ્રીન એનર્જી હોય, સોલાર એનર્જી હોય હાઈબ્રીડ પાર્ક હોય, સમૃદ્ધીની દિશામાં આપણે નવા નવા અધ્યાય રચ્યા છે. દોઢ લાખ કરોડ રૂપિયાનું મૂડી રોકાણ આવવાનું છે હજારો નવા રોજગાર ઊભા થવાના છે. વીજળી અને તેના કારણે નવા ઉદ્યોગો, આ નવું નિર્માણ થવાનું છે ભાઈઓ. વિકાસની બાબતમાં હવે કચ્છ ચારે દિશામાં ફલી ફૂલી રહ્યું છે. હવે પાછા વળીને જોવાનું નથી.
કચ્છ ભુકંપમાંથી બેઠું કર્યુંઃ મોદી
નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ગુજરાતમાં જ્યારે 2000માં 01માં જ્યારે કચ્છમાં ભયંકર ભુકંપ આવ્યો ત્યારે કચ્છ સહિત આખું ગુજરાતના અનેક જિલ્લા, તાલુકા, ગામો તબાહીનો શિકાર બન્યા હતા. તે વખતે લોકો એમ જ કહેતા હતા કે આ કચ્છ મોતની ચાદર ઓઢીને સુતુ છે કચ્છ બેઠું નહીં થાય. કચ્છમાં ફરી પ્રાણ નહીં પુરાય, પણ કચ્છની ખમીરવંતી પ્રજા અને સરકારની નીતિઓની જુગલબંધીએ જોત જોતામાં બધી આશંકાઓને દુર કરી આખા દેશમાં સૌથી તેજ દોડતું મારું કચ્છ બની ગયું.
કોંગ્રેસ કચ્છની દુશમનઃ મોદી
અંજારમાં વિજય સંકલ્પ સંમેલન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે લોકો સાથે વાત કરતાં કહ્યું હતું કે, કચ્છને ભરોસો ન હતો કે કોણ હશે જે નર્મદાનું પાણી પહોંચાડે. પંડીતો કહેતા ગપગોળા છે નર્મદાનું પાણી કચ્છ નહીં આવી શકે. વિપરિત વાતાવરણમાં કચ્છની સેવા કરવાનો નિર્ધાર હતો અને પાણી આવ્યું. શુદ્ધ પાણીથી તાકાત આવે આંખો પણ સારી થાય. કચ્છ પાણીદાર બન્યું છે ત્યારે કોંગ્રેસને જીણવટથી જોવાની જરૂર છે. કોંગ્રેસ એટલે કોણ, કોંગ્રેસ એટલે કચ્છની ગૌર દુશમન, કચ્છને પાણી પહેલી પ્રાથમિકતા હતી અને કચ્છને પાણી ન પહોંચે તે માટે કામ કરતા લોકો સાથે તેમની જુગલબંધી હતી. હું લડાઈ લડ્યો, ઉપવાસ પર બેઠા, સરદાર સરોવરની ઉંચાઈ વધારી. હજુ કામ આગળ વધી રહ્યું છે કે નહીં? વાતોના વડા નહીં કરીએ. અમે કચ્છની ધરતીના રોટલા ખાધા છે.
કચ્છના ટૂરીઝમ અંગે બોલ્યા પીએમ મોદી
કોંગ્રેસના વખતમાં પણ કચ્છ હતું જ, તેમને કચ્છ બોજ લાગતું હતું મને તેમાં તાકાત દેખાતી હતી. કચ્છનું સફેદ રણ મેં થોડું બનાવ્યું છે, ધોળાવીરા મેં બનાવ્યું થોડું છે. આ તો પહેલાથી જ હતું. પણ મને દેખાતું હતું અને એમને દેખાતું ન હતું. ધોળાવીરા સમગ્ર દુનિયા માટે પર્યટનનું સ્થળ બને તે માટે આપણે કામ કરી રહ્યા છીએ. મુંબઈમાં ચોરસ ફૂટનો જે ભાવ હોય તેના કરતા વધારે ભાવ કચ્છના થયા છે. પ્રગતિ કેમ થાય તે બતાવ્યું છે અમે. આજે કચ્છમાં પાંચ પાંચ એરપોર્ટ છે. કંડલામાં 7 કરોડ રૂપિયાનું એક્સપોર્ટ થતું હતું આજે 9 હજાર કરોડનું એક્સપોર્ટ થાય છે. હવે તમને મોદી ગમે કે ન ગમે? આટલો બધો ફાયદો થાય તો કોણ ના પાડે ભાઈ? રણને તોરણ બનાવવાના સંપના અંગે હું 2002માં બોલ્યો હતો આજે કરીને બતાવ્યું છે.
ADVERTISEMENT