ગાંધીનગર: ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે રાજકોટમાં વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ બાદ આજે ગાંધીનગરમાં છે. અહીં તેમણે મહાત્મા ગાંધી મંદિર ખાતે સેમિકોન ઈન્ડિયા 2023નું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિદેશ પ્રધાન એસ.જયશંકર હાજર રહ્યા હતા. આ પ્રસંગે માઈક્રોન ટેક્નો, એપ્લાઈડ મટિરિયલ્સ કંપનીની પ્રતિનિધિ, SEMI કંપની, કૈડેન્સ, AMD સહિતની કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
ADVERTISEMENT
આ પ્રસંગે PM મોદીએ કહ્યું કે, મેં એક્ઝિબિશન જોયું જેમાં નવી કંપની, નવા લોકો, નવી પ્રોડક્ટ જોવા મળી. યુવાનોને આગ્રહ કરીશ કે આ પ્રદર્શન કેટલાક દિવસ ચાલશે જેમાં તમે જરૂર આવો. આપણે બધાએ ગત વર્ષે સેમિકોન ઇન્ડિયાના પહેલા એડિશનમાં ભાગ લીધો હતો. લોકો સવાલ કરતા હતા કે સેમિકન્ડક્ટરમાં શું કામ રોકાણ કરવું જોઈએ. પરંતુ હવે સવાલ બદલી ગયો છે કે શા માટે રોકાણ ન કરવું જોઈએ. હવાની દિશા બદલી ગઈ છે. તમે ભારતના વિકાસ સાથે તમારા સપનાને જોડ્યા છે, ભારત કોઈને નિરાશ કરતું નથી. 21મી સદીના ભારતમાં તમારા માટે અવસર જ અવસર છે. ભારત તમારા બિઝનેસને ડબલ-ટ્રીપલ કરશે. માત્ર બે વર્ષમાં ભારતમાં બનતા મોબાઈલનું એક્સપોર્ટ બે ગણું થઈ ગયું છે. ભારતમાં દુનિયાના બેસ્ટ મોબાઈલ બને છે. કેટલાક ક્ષેત્રોમાં આપણે માહિર છીએ. 2014માં મોબાઈલની બે કંપની હતી. હાલ 200થી વધુ કંપની મોબાઈલ બનાવી રહી છે. 2014માં 25 કરોડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી સંખ્યા હતી, આજે 85 કરોડ છે. સેમિકોન ઇન્ડસ્ટ્રીઝ દુનિયામાં જે લક્ષ્ય લઈને આગળ વધી રહી છે તેમાં ભારતની મોટી ભૂમિકા છે. આ દુનિયા ચોથી ઔદ્યોગિક ક્રાંતિની સાક્ષી બની રહી છે. પહેલા ઔદ્યોગિક ક્રાંતિ અમેરિકા હતી. આજે ચોથી ઔદ્યોગિક ક્રાંતિ ઇન્ડિયા છે.
તેમણે કહ્યું, ભારત પર ઉદ્યોગ જગતને ભરોસો છે. કારણ કે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઝડપી વિકાસ થઈ રહ્યો છે. આજે ભારત પર સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝ પર ભરોસો છે કારણ કે અમારી પાસે સ્કીલ એન્જિનિયર છે. જે પણ વ્યક્તિ દુનિયાના સૌથી મોટા વાઇબ્રન્ટમાં હિસ્સો બને છે તેને ભરોસો છે ભારત છે. મેક ફોર ઈન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ સાથે આવો આપણે આગળ વધીએ. ભારતમાં વાઇબ્રન્ટ સેમિકન્ડક્ટર પાછળ એક તાકાત લગાવીએ છીએ. 300થી વધુ કોલેજોમાં એવી ઓળખ બતાવવા પ્રયાસ કરી રહ્યા છીએ કે, સેમિ કન્ડક્ટરનો કોર્સ ભણવવામાં આવી રહ્યો છે. એક વર્ષમાં 1 લાખ ડિઝાઇન એન્જિનિયર બનશે. સેમિકોન ઇન્ડિયાથી વિશ્વને આત્મવિશ્વાસ વધશે.
PM મોદીએ ઉમેર્યું કે, આજે ભારત દુનિયાનો એ દેશ છે જ્યાં એક્સ્ટ્રીમ પોવર્ટી ખતમ થઈ રહી છે. ભારતના લોકો ટેકનોલોજી ક્ષેત્રે ફાસ્ટ છે. સસ્તો નેટ ડેટા ગામડે ગામડે પહોંચ્યો છે. હેલ્થથી લઈને એગ્રિકલ્ચર સુધી ભારત કામ કરે છે. ભારત પર ઉદ્યોગ જગતને ભરોસો છે, કારણ કે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઝડપી વિકાસ થઈ રહ્યો છે. આજે ભારત દુનિયાના સૌથી ઓછા કોર્પોરેટર ટેક્સવાળા દેશમાંનો એક છે. ભારત સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝ માટે રેડ કાર્પેટ પાથરી રહ્યું છે. જેમ જેમ આગળ વધીશું તેમ તેમ તમને વધુને વધુ તક મળતી જશે.
ADVERTISEMENT