નવી દિલ્હીઃ સેનાના જવાન જ મારો પરિવાર, આપના શૌર્યથી આ રાષ્ટ્રનું અસ્તિત્વ અમર છે. કારગિલમાં આપણી સેનાએ આતંકને કચળ્યો હતો અને દેશમાં જીતની એવી દિવાળી મનાવાઈ હતી કે આજે પણ લોકો તેને યાદ કરે છે. પીએમ મોદીએ કહ્યું કે ત્યારે મને જવાનોના વચ્ચે જવાની તક મળી હતી. શૌર્યની અભૂતપૂર્વ ગાથાઓના સાથે જ આપણી પરંપરા મધુરતા અને મીઠાસની પણ છે.
ADVERTISEMENT
તમારા તો ધમાકા પણ અલગ હોય છે: PM
તેમણે કહ્યું કે લોકોની આતિશબાજી અને ક્યાં તમારી આતિશબાજી, તમારી તો આતિશબાજી પણ અલગ હોય છે, તમારા તો ધમાકા પણ અલગ હોય છે. તેમણે ઉમેર્યું કે, ભારત પોતાના તહેવારોને પ્રેમ સાથે મનાવે છે, પુરી દુનિયાને તેમાં શામેલ કરીને મનાવે છે. હું તમામ દેશવાસીઓ અને વિશ્વને દિવાળીની હાર્દિક શુભકામનાઓ આપું છું.
સૈનિકોએ ગાયું અમે ગુજરાતી લેરી લાલા ગીત
વડાપ્રધાન સાથે સૈનીકોએ દિવાળીનો પર્વ મનાવ્યો ત્યારે વડાપ્રધાન સાથે સૈનિકોએ કેટલાક ગીતો ગાઈ તેમનું મનોરંજન પણ કર્યું હતું. આ દરમિયાન સૈનિકોના એક જુથે અમે ગુજરાતી લેરી લાલા ગીત ગાયું હતું ત્યારે વડાપ્રધાન મોદીએ પણ ચપટી વગાડી તાલ આપ્યો હતો.
ADVERTISEMENT