PM મોદીએ લોકાર્પણ કર્યા બાદ પોતે જઇને અટલબ્રિજની મુલાકાત લીધી

ગાંધીનગર : ગુજરાતના 2 દિવસના પ્રવાસે વડાપ્રધાન મોદી આવેલા છે. અમદાવાદ શહેરમાં તેણે ખાદી ઉત્સવની ઉજવણી કરી હતી. આ ખાદી ઉત્સવ દરમિયાન તેમણે ખાદી ભવન…

gujarattak
follow google news

ગાંધીનગર : ગુજરાતના 2 દિવસના પ્રવાસે વડાપ્રધાન મોદી આવેલા છે. અમદાવાદ શહેરમાં તેણે ખાદી ઉત્સવની ઉજવણી કરી હતી. આ ખાદી ઉત્સવ દરમિયાન તેમણે ખાદી ભવન અને અટલ ઓવરબ્રિજનું પણ ઉદ્ધાટન કર્યું હતું. આ ઇલોકાર્પણ બાદ વડાપ્રધાન મોદીએ ફૂટઓવરબ્રિજની મુલાકાત લીધી હતી. તેમણે ફૂટઓવરબ્રિજની મુખ્યમંત્રી ભુપેન્દ્રસિંહ સાથે મુલાકાત લીધી હતી. અહીં તેઓએ સાબરમત રિવરફ્રંટની ઉપરાંત ફૂટઓવરબ્રિજની પણ મુલાકાત લીધી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ સાબરમતિ રિવરફ્રંટને એક દશકપુર્ણ થયો તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, આજે સાબરમતી રિવરફ્રંટને એક દશક થયો છે. આજે લોકો રિવરફ્રંટના ઉદાહરણ લે છે અને લાખો લોકો જોવા પણ આવે છે. પીએમ મોદી બ્રિજની મુલાકાત લીધા બાદ પોતાના માતાને ઘરે મળવા માટે પહોંચે તેવી શક્યતાઓ છે.

    follow whatsapp