શિવમોગા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કર્ણાટકના શિવમોગા એરપોર્ટનું ઉદ્ધાટન કર્યું. આશરે 450 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા આ એરપોર્ટની ઉપરનો હિસ્સો કમલના ફુલની જેમ ડિઝાઇ કરવામાં આવ્યું છે. મોદીએ આ ઉપરાંત શિવમોગાએ 3600 કરોડ અને બેલગાવીમાં 2700 કરોડ રૂપિયાની યોજનાઓનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કર્યું છે. કાર્યક્રમમાં PM મોદીની સાથે કર્ણાટકના પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પા પણ હાજર હતા.
ADVERTISEMENT
યેદિયુરપ્પાનો 80 મો જન્મ દિવસ હોવાથી પીએમએ અભિવાદન કર્યું
યેદિયુરપ્પનું આજે 80 મો જન્મ દિવસ છે. મોદીએ મંચ પર તેમના સન્માનમાં બે વખત હાથ જોડીને તેમને ઝુકીને તેમનું અભિવાદન કર્યું હતું. ત્યાર બાદ તેમણે સભામાં પહોંચેલા લોકો પાસેથી મોબાઇલની ફ્લેશ લાઇટ ઓન કરીને યેદિને બર્થડે વિશ કરાવ્યું હતું. ત્યાર બાદ વડાપ્રધાન મોદીએ બેલગાવીમાં રોડ શો કર્યો હતો. રસ્તાની બંન્ને હાજર સમર્થકોએ તેમના પર ફુલો વરસાવ્યા હતા.
કોંગ્રેસનાં રાજમાં એર ઇન્ડિયાની ખોટ ખાતી કંપની તરીકેની ઓળખ હતી
કોંગ્રેસના રાજમાં એર ઇન્ડિયાની ઓળખ માટે થાય છે, નુકસાનના બિઝનેસ મોડલ તરીકે થતી હતી, જો કે આજે એર ઇન્ડિયા ભારતના નવા સામર્થ્ય તરીકે વર્લ્ડની અનોખી ઉંચાઇ, નવી ઉંચાઇ સર કરી રહ્યું છે. આજે ભારતના એવિશન સેક્ટરનો ડંકો સમગ્ર વિશ્વમાં વાગી રહ્યો છે. નાના શહેરો પણ હવાઇ કનેક્ટિવિટીથી જોડાઇ રહ્યા છે. આવો વિચાર કોંગ્રેસને ક્યારે પણ આવ્યો જ નથી. અમે આ કરી રહ્યા છીએ. તમે કલ્પના કરો કે ભાજપ સરકારની કામ કરવાની સ્પીડ કેટલી ઝડપી છે.
ડબલ એન્જિન સરકાર હોય તો વિકાસ બમણી સ્પીડથી થાય છે
આજે મને કર્ણાટકના વિકાસ સાથે જોડાયેલા હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવાની તક મળી છે. આજે શિવમોગાને પોતાનું એરપોર્ટ મળ્યું છે. આ ખુબ જ ભવ્ય અને સુંદર છે. આ માત્ર એરપોર્ટ નથી પરંતુ આ વિસ્તારના જવાનોના સંપનાની ઉડાન છે. કોઇ ગાડી હોય કે સરકાર ડબલ એન્જિનથી જ ચાલે તો સ્પીડ અનેકગણી વધી જતી હોય છે. પહેલા જ્યારે કર્ણાટકના વિકાસની ચર્ચા થતી હતી તો તે મોટા શહેરો સુધી જ સીમિત રહેતી હતી. જો કે અમારી સરકાર વિકારને કર્ણાટકના ગામો સુધી ટિયર-2 અને ટિયર-3 શહેરો સુધી પહોંચાડવાનું કામ કરે છે. તે દિવસો દુર નથી જ્યારે ભારતીય નાગરિકો મેડ ઇન ઇન્ડિયા લખેલા વિમાનોમાં પ્રવાસ કરશે.
ADVERTISEMENT