જાહેરસભામાં PM મોદીને પૂર્વ MLA એ ગુપ્ત ચિઠ્ઠી આપ્યા બાદ ગુજરાતની રાજનીતિમાં ગરમાવો

નવસારી : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણત્રીના દિવસો જ બાકી છે. તેવામાં તમામ પક્ષોના કેન્દ્રીય નેતાઓ ગુજરાતના ધક્કાઓ ખાઇ રહ્યા છે. સોમવારે નસવાડીમાં પીએમ…

gujarattak
follow google news

નવસારી : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણત્રીના દિવસો જ બાકી છે. તેવામાં તમામ પક્ષોના કેન્દ્રીય નેતાઓ ગુજરાતના ધક્કાઓ ખાઇ રહ્યા છે. સોમવારે નસવાડીમાં પીએમ મોદીએ જાહેર સભા સંબોધિત કરી હતી. આ સભા બાદ અચાનક રાજનીતિ તેજ થઇ ગઇ હતી. જેમાં PM મોદી પૂર્વ ધારાસભ્ય પીયુષ દેસાઇએ એક ચિઠ્ઠી આપી હતી. આ ચિઠ્ઠી બાદ સ્થાનિક રાજનીતિ ગરમાઇ ગઇ છે.

દિગ્ગજ નેતાઓમાં કાનાફુસી શરૂ થઇ ગઇ
જો કે આ ચિઠ્ઠીમાં શું લખ્યું તે અંગે ભાજપનાં તમામ દિગ્ગજ નેતાઓમાં કાનાફુસી શરૂ થઇ ગઇ હતી. નવસારી શહેરમાં ચાર બેઠકના ઉમેદવારના પ્રચારનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વડાપ્રધાન મોદી સ્ટેજ પર પ્રવેશતા જ નવસારીના પૂર્વ ધારાસભ્ય પીયુષ દેસાઇને મળ્યા હતા. તેમની દીકરી ક્યાં બેસે છે તે અંગે પુછપરછ કરી હતી. આ કાર્યક્રમ પુર્ણ થયા બાદ વડાપ્રધાન પરત ફરી રહ્યા હતા ત્યારે અચાનક જ ધારાસભ્યની વાત સાંભળીને પૂર્વ ધારાસભ્યએ પોતાના ખીચ્ચામાંથી ચિઠ્ઠી વડાપ્રધાનને આપી હતી.


(પૂર્વ ધારાસભ્ય પીયુષ દેસાઇ તથા તેની પુત્રી પ્રાચી દેસાઇ)

જો કે પીયુષ દેસાઇએ કહ્યું ચિઠ્ઠીમાં સામાન્ય વાતચીત
જો કે આ અંગે પીયુષ દેસાઇનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું કે, પ્રાચી દેસાઇએ વડાપ્રધાનને ચિઠ્ઠી લખી હતી. જે તેમણે પીએમ સુધી પહોંચાડી હતી. જેમાં ખાસ કંઇ જ નહી હોવાની વાત પીયૂષ દેસાઇને જણાવી હતી. જો કે ગઇકાલે નવસારી શહેરમાં આ ચિઠ્ઠીના પગલે ભાજપના નેતાઓમાં કાનાફુસી શરૂ થઇ ચુકી છે.

    follow whatsapp