અમદાવાદઃ દેશના વિવિધ રાજ્યોમાં 508 રેલવે સ્ટેશનના રિનોવેશનની કામગીરીનો આરંભ કરવામમાં આવ્યો છે જેને અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત કામગીરી કરવામાં આવશે. રિનોવેશનનો પણ શિલાન્યાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યો હતો. ઓનલાઈન માધ્યમથી તમામ રેલવે સ્ટેશન્સનો શિલાન્યાસ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવ્યો હતો. સ્ટેશનની ડિઝાઈન એવી રીતે બને કે આગામી 50 વર્ષ સુધીની જરૂરિયાતોને પહોંચી વળે, આવા જ વર્લ્ડ ક્લાસ ડિઝાઈન્સ પર કામ કરીને આજે વડાપ્રધાન તેનો શિલાન્યાસ કરશે તેવું યુનિયન મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું.
ADVERTISEMENT
ગુજરાતના કયા રેલવે સ્ટેશન્સનું થશે રિનોવેશન?
સરકારનું કહેવું છે કે, આ 508 સ્ટેશન્સને વિશ્વસ્તરિય બનાવાશે. આ સાથે ગુજરાતના 21 રેલવે સ્ટેશનનો તે 508 રેલવે સ્ટેશનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં અસારવા, વિરમગામ, સાવરકુંડલા, પાલનપુર, ભરુચ, બોટાદ, કલોલ, કેશોદ, ભચાઉ, ન્યૂ ભૂજ, દેરોલ, પાટણ, ભક્તિનગર, હિંમતનગર, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ડભોઈ, મિયાગામ કરજણ, પ્રતાપનગર, વિશ્વામિત્રી જંક્શન અને સજણનો સમાવેશ થાય છે. આ તમામ બિલ્ડિંગ્સને ગ્રીન બિલ્ડિંગ માપ દંડો અનુસાર બનાવાશે અને બંને તરફની કનેક્ટીવીટી સાથે બનાવાશે. આ એક મલ્ટિ મોડલ કનેક્ટિવીટીનું પણ હબ બનશે જેમાં બસ, ટેક્સી સહિતના અવરજવરના સાધન ઉપલબ્ધ થશે.
પાકિસ્તાની પ્લેયર્સને મળે છે આટલી સેલરીઃ ઈન્ડિયન ક્રિકેટર્સની સામે કેટલું? જાણો
દેશના તમામ રાજ્યોને આ લાભ મળેઃ PM
આ જાહેરાત સાથે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, વિકસીત થવાના લક્ષ્ય તરફ પગ વધારી રહેલું ભારત પોતાના અમૃત કાળના પ્રારંભમાં છે. નવી ઉર્જા છે, નવા સંકલ્પ છે. આજે એક નવા અધ્યાયની શરૂઆત થઈ રહી છે. રેલવે ક્ષેત્રમાં ભારતના અંદાજીત 1300 મુખ્ય રેલવે સ્ટેશન હવે અમૃત ભારત રેલવે સ્ટેશન તરીકે વિકસીત કરવામાં આવશે. તેનો પુનર્વિકાસ થશે. તેમાંથી આજે 508 અમૃત ભારત રેલવે સ્ટેશન્સના પુનર્નિમાણનું કામ આજથી શરૂ થાય છે. તેની પાછળ અંદાજે 25000 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. તમે કલ્પના કરી શકો કે આ દેશ માટે અને રેલવે માટે કેટલું મોટું અભિયાન થવાનું છે. તેનો લાભ દેશના લગભગ તમામ રાજ્યોને મળશે.
ADVERTISEMENT