PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અને ગુજરાતનો દરિયોઃ જાણો કેટલીક રસપ્રદ વિગતો

ગાંધીનગરઃ ગુજરાત પાસે 1600 કિલોમીટરનો લાંબો દરિયો છે. આમ તો સમસ્ત ભારતમાં કુલ 7500 કિલોમીટરનો દરિયો છે. ગુજરાતનો દરિયો પ્રાચીન કાળથી ધંધા વેપાર માટે ઘણો…

gujarattak
follow google news

ગાંધીનગરઃ ગુજરાત પાસે 1600 કિલોમીટરનો લાંબો દરિયો છે. આમ તો સમસ્ત ભારતમાં કુલ 7500 કિલોમીટરનો દરિયો છે. ગુજરાતનો દરિયો પ્રાચીન કાળથી ધંધા વેપાર માટે ઘણો ઉપયોગી રહ્યો છે. ઈસ 1608માં સુરત બંદરેથી અંગ્રેજો વેપાર માટે ભારત આવ્યા હતા. આજે 5મી એપ્રિલ છે અને આજના દિવસેને નેશનલ મેરિટાઈમ દિવસ તરીકે મનાવાય છે. જોકે આંતરરાષ્ટ્રીય સ્તરે મેરિટાઈમ દિવસ 28 સપ્ટેમ્બરે મનાવાય છે. ભારતમાં આ દિવસે એટલે મનાવાય છે કે આજના દિવસે 1919માં ભારતનું એસએસ લોયલ્ટી નામનું પહેલું જહાજ બ્રિટન જવા માટે નીકળ્યું હતું. આપણે આજે આવી જ કેટલીક ગુજરાતના દરિયા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એ ડ્રીમ પ્રોજેક્ટની પણ વાત કરીશું.

ગુજરાત વિશે આ પણ જાણવા જેવું
ગુજરાતના દરિયા સાથે સીધો નાતો ધરાવતા 16 જિલ્લાઓ છે. ઉપરાંત ભારતનો ફક્ત 2020નો જ શિપિંગ ટ્રાફિક 1280.13 MMT (મિલિયન મેટ્રીક ટન) હતો. જે જંગી આંકડામાં ગુજરાતના બંદરો પાસે 565 MMT કરવામાં આવ્યો હતો. ભારતના તમામ ખાનગી બંદરો દ્વારા થતા કાર્ગો હેન્ડલિંગનો 80 ટકા હિસ્સો ગુજરાતના 40 નાના બંદરો ધરાવે છે.

પત્નીને મોતને ઘાટ ઉતારી પતિએ મૃતદેહને ઘરની સામે જ દાટી દીધો, આ રીતે ફૂટ્યો ભાંડો

નરેન્દ્ર મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ
આપને કદાચ ખ્યાલ હશે કે દેશનું સૌથી પહેલું મેરિટાઈમ બોર્ડ ગુજરાતમાં 1982માં રચાયું હતું. જોકે તેના વિકાસની ધીમે ધીમે કહાની શરૂ થઈ. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારના તેમના એક ડ્રીમ પ્રોજેક્ટ અંગેની આ વાત છે. વર્ષ 2015માં લોજિસ્ટિક ક્ષેત્રના વિકાસ માટે સાગરમાલા પ્રોજેક્ટ કેન્દ્રીય પોર્ટ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલયનો ફ્લેગશિપ પ્રોગ્રામ શરૂ થયો હતો. આ પ્રોજેક્ટ હેઠક વિવિધ બંદરો, કેન્દ્રીય મંત્રાલયો, રાજ્યોના મેરીટાઇમ બોર્ડ, રાજ્ય સરકારો અને અન્ય એજન્સીઓ દ્વારા અમલમાં મુકાય છે. છેલ્લા 8 વર્ષમાં તો આ પ્રોજેક્ટ હેઠળ કેન્દ્ર સરકારે ઘણી નવા પહેલ કરી છે. ગુજરાતમાં ત્રણ કોસ્ટલ ઈકોનોમિક ઝોનનું આયોજન થયું તે આ પ્રોજેક્ટ હેઠળ જ કરવામાં આવ્યું છે. આ જ પ્રોજેક્ટમાં પ્રાચીન શહેર લોથલના નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પલેક્ષ પણ બનાવવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા આ હેરિટેજ કોમ્પલેક્ષ માટે 40 એકર જમીન પણ ફાળવી દેવાઈ છે. જે સાગરવાડા ગામમાં છે. ઉપરાંત તેના માટેનો ખર્ચ પણ 3150 કરોડ અંદાજીત છે.

ગુજરાતમાં અદાણી પાસે મુન્દ્રા, દહેજ, હજીરાના બંદરો અને કંડલા ખાતેનું બલ્ક ટર્મિનલ છે. આમ તો દેશમાં અદાણી પાસે હવે કુલ 13 બંદરો થઈ ગયા છે. ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, આંધ્ર, તમિલનાડુ, ઓડિશા, ગોવા અને પશ્ચિમ બંગાળમાં અદાણી પાસે બંદરો છે. 498 મિલિયન ટન કાર્ગો હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવે છે જે 2021માં 247 ટન કાર્ગો હેનડલિંગ હતું. મતલબ કે કાર્ગો માક્રેટમાં 25 ટકા ભાગ ધરાવતું હતું.

ગુજરાતનો એકમાર બ્લૂ ફ્લેગ બીચ
ગુજરાતના શિવરાજપુર ખાતે એક માત્ર બ્લૂ ફ્લેગ સર્ટિફાઈડ બીચ આવેલો છે. પર્યાવરણ, સ્વચ્છતા સહિતના પરિબળોના પાલનથી આ બ્લૂ ફ્લેગ મળે છે. ઉપરાંત જહાજોના નિકાલ માટેનું અલંગ પણ એશિયાનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ છે. અહીં વિશ્વભરમાંથી અસંખ્યા જહાજો આવે છે.

    follow whatsapp