ગાંધીનગર : ગુજરાતની વિધાનસભા ચૂંટણી નજીકમાં છે. અત્યાર સુધી એકહથ્થુ શાસન ભોગવી રહેલી પાર્ટી ભાજપને આ વખતે આમ આદમી પાર્ટી પડકાર આપી રહી છે. મૃતપ્રાય થઇ ચુકેલી કોંગ્રેસ પણ ફરી એકવાર સળવળવા લાગી છે. જેના કારણે હવે ભાજપ સામે બેવડા પડકારો ઉભા થયા છે. જો કે કોંગ્રેસને તો ભાજપ ખાળવા સમર્થ છે પરંતુ હાલ નબળા નેતૃત્વના કારણે આપને ખાળવી ભાજપને પણ મુશ્કેલ પડી રહી છે. આપના કારણે બેકફુટ પર જઇ રહેલ ભાજપને સંભાળવા માટે હવે ભાજપના રાષ્ટ્રીય સ્તરના મહારથીઓએ મેદાનમાં ઉતરવું પડ્યું છે. અમિત શાહ બાદ વડાપ્રધાન મોદી પણ મેદાનમાં ઉતર્યા છે.
ADVERTISEMENT
સ્થાનિક નેતાઓની કાર્યશૈલીથી અમિત શાહ- પીએમ મોદી નારાજ
જો કે હાલનાં પ્રદેશ પ્રમુખથી માંડીને પ્રદેશના નેતાઓ અને તેમની કાર્યશૈલી અને નિષ્ક્રિયતાથી અમિત શાહ અને પીએમ મોદી પણ ખુબ જ નારાજ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. સુત્રો અનુસાર કાલે રાત્રે કમલમ ખાતે યોજાયેલી મુલાકાતમાં પીએમ મોદીએ નેતાઓની અને પદાધિકારીઓને ઝાટકણી કાઢી હતી. તેઓ ભાજપ દ્વારા કરવામાં આવેલા કામનો યોગ્ય પ્રચાર પ્રસાર નહી થઇ રહ્યો હોવાનું જણાવ્યું હતું. રાજ્યની તો ઠીક કેન્દ્ર દ્વારા પણ ગુજરાતમાં વિકાસનો ધોધ વહાવડાવાયો હોવા છતા પણ અહીં લોકોને લાભ મળવાની વાત તો ઠીક યોજનાઓ અંગે માહિતી પણનથી તેવું કહીને નેતાઓની ઝાટકણી કાઢી હતી.
નેતાઓ સાથે ભોજન વ્યવસ્થા હોવા છતા પીએમ ન બેઠા
બેઠક બાદ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં પીએમ મોદીએ નેતાઓ સાથે ભોજન ટાળ્યું હતું. સંગઠન અને સંઘના લોકો સાથે ભોજન લીધું હતું. જેના કારણે નારાજગી કેટલી છે તે સ્પષ્ટ થાય છે. સામાન્ય રીતે કેપ્ટન કુલની છબી ધરાવતા પીએમ મોદી આટલા નારાજ થાય અને સાથે ભોજન પણ ન લે તે જ ઘણુ બધુ કહી જાય છે. આ ઘટના ભાજપના હવામાં ઉડી રહેલા નેતાઓ માટે ખુબ જ ઘોતક છે. પીએમ મોદીએ સંઘના નેતા રત્નાકર પાસેથી ગુજરાતનો ચિતાર મેળવ્યો હતો. કેવી પરિસ્થિતિ પેદા થઇ શકે છે તે અંગે પણ ચર્ચા કરી હતી.
ADVERTISEMENT