અમદાવાદ ટેસ્ટ: AUSએ ટોસ જીતીને બેટિંગ લીધી, PM મોદી-ઓસ્ટ્રેલિયાના PM મેચ જોવા પહોંચ્યા

અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચ શરૂ થઈ રહી છે. 1.32 લાખની કેપેસિટી ધરાવતા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં PM…

gujarattak
follow google news

અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચ શરૂ થઈ રહી છે. 1.32 લાખની કેપેસિટી ધરાવતા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં PM મોદી અને ઓસ્ટ્રેલિયાના PM પહોંચી ગયા છે. જ્યાં બંને PMનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો છે.

બંને ટીમની પ્લેઈંગ-11

  • ભારતની પ્લેઇંગ 11: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએસ ભરત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ.
  • ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ-11: સ્ટીવ સ્મિથ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, માર્નેસ લાબુશેન, કેમેરોન ગ્રીન, પીટર હેન્ડ્સકોમ્બ, એલેક્સ કેરી (wk), મિશેલ સ્ટાર્ક, નાથન લિયોન, ટોડ મર્ફી, મેથ્યુ કુહનમેન.

આ બાદ બંને PMએ ગોલ્ફ કાર્ટમાં બેસીને સ્ટેડિયમમાં આવેલા તમામ દર્શકોનું અભિવાદન કર્યું હતું.

PM મોદીએ રોહિત શર્મા, જ્યારે ઓસ્ટ્રેલિયાના PMએ સ્ટીવ સ્મિથને કેપ આપી હતી.

આ સાથે જ ખેલૈયાઓ દ્વારા ઓસ્ટ્રેલિયન PM અને PM મોદી સમક્ષ ગરબા પરફોર્મન્સ રજૂ કરવામાં આવ્યું હતું.

 

    follow whatsapp