નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશની અતિ મહત્વની યોજનાઓમાંથી એક પીએમ મિત્રા પાર્ક યોજના છે. જે હેઠળ સાત રાજ્યોમાં પીએમ મિત્રા મેગા ટેક્ષ્ટાઇલ્સ પાર્ક સ્થાપવાની મંજૂરી મહોર મારી છે. દેશના આ સાત રાજ્યોમાં ગુજરાત , મહારાષ્ટ્ર , ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, તામિલનાડુ , તેલંગાણા અને કર્ણાટકનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
પીએમએ ટ્વીટ ગુજરાત, મહારાષ્ટ્ર, યૂપી, મધ્ય પ્રદેશ, તામિલનાડુ, તેલંગાણા અને કર્ણાટકામાં મેગા ટેક્સટાઈલ પાર્ક બનાવવા જાહેરાત કરી હતી. કરેલી જાહેરાત મુજબ ગુજરાતમાં સુરત પાસે આવેલા નવસારીના () વાસી – બોરસી ખાતે એક પીએમ મિત્રા મેગા ટેક્ષ્ટાઇલ્સ પાર્ક સ્થાપવામાં આવશે. નવસારીના વાંસી – બોરસી ખાતે 1142 એકર જગ્યામાં પીએમ મિત્રા મેગા ટેક્ષ્ટાઇલ્સ પાર્ક સ્થાપવામાં આવશે.
ટેક્ષ્ટાઇલ્સ પાર્કમાં 51 ટકા સ્ટેક કેન્દ્ર સરકારનો હશે. આ પાર્કમાં અંદાજે 15 હજાર કરોડનું રોકાણ થવાની સંભાવના છે. જ્યારે 50 હજારથી વધારે લોકોને રોજગારી મળશે. આ પાર્કમાં ટેક્સટાઈલની વેલ્યુચેઈનના સ્પીનીંગ વેવીંગ, પ્રોસેસીંગ, ડાઈવ, પ્રિન્ટીંગ, ગારમેન્ટ મેન્યુ ફેકચરીંગના યુનિટો સ્થપાશે.
વાસી બોરસીની જમીન પર પસંદગી
બજેટમાં ટેક્સટાઈલ પાર્ક અંગે જાહેરાત થયા બાદ સુરતમાં મેગા પાર્કની કમિટીના આગેવાનો દ્વારા જમીનની શોધ શરૂ કરવામાં આવી હતી. આ યોજનાની મુખ્ય શરતમાં 1000 એકર જમીનની જોગવાઇ હોવાથી આગેવાનો દ્વારા ઓલપાડના મૂળદ, નવસારીના વાસી-બોરસી, સચીન જીઆઇડીસી નજીક ઉંબેર-તલંગપોર અને હાંસોટ તાલુકામાં વમલેશ્વર-કન્ટીયાજાળમાં જમીનનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તથા આ મામલે સુરત, નવસારી અને ભરૂચ કલેકટરનો સહયોગ પણ મેળવવામાં આવ્યો હતો. આખરે નવસારીના વાસી બોરસીની જમીન પર પસંદગી ઉતારવામાં આવી હતી. હવે વડાપ્રધાનની મંજૂરી બાદ વાસી બોરસીમાં ટેક્સટાઈલ પાર્ક બનાવવાનો માર્ગ મોકળો થયો છે.
થશે આ ફાયદો
પીએમ મિત્ર પાર્કમાં ટેક્સટાઇલ સંબંધી તમામ પ્રવૃત્તિ એક જ સ્થળે થતાં લોજિસ્ટિક ખર્ચમાં પણ ઘટાડો આવશે. પીએમ મિત્રા પાર્ક માટે ગુજરાત સહિત સાત રાજ્યોએ અરજી કરી હતી. એમાંથી ગુજરાતમાં માત્ર સુરતની એકમાત્ર અરજી હતી. ગુજરાત સરકારે પાર્ક માટે જગ્યાની ફાળવણી કરી દીધી છે, એમ ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ આશિષ ગુજરાતીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: Kheda: લ્યો બોલો… ભૂમાફિયાઓએ આખા ગામનો દસ્તાવેજ કરી નાખ્યો? જાણો શું છે મામલો
સુરતને પરોક્ષ રીતે લાભ;
જમીનના ભાવ ઉંચકાશે, ટ્રાન્સપોર્ટેશન, પેકેજિંગ, હોટલ સહિતના વેપાર-ધંધાનો ભરપૂર વિકાસ થશે. જ્યારે આ પાર્ક બનવાથી ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીને અસર થશે. પરંતુ અન્ય સેક્ટરને ભરપૂર લાભ થશે, ખાસ કરીને નવસારીની આસપાસ અને સુરતના આભવા ગામની આસપાસ જમીનના ભાવમાં વધારો થશે અને નવુ ડેવલપમેન્ટ થશે, ટ્રાન્સપોર્ટેશન, એફએમસીજી, પેકેજિંગ, હોટલ ઈન્ડસ્ટ્રી, પેટ્રોલિયમ ક્ષેત્રે આડકતરી રીતે લાભ થશે. 1142 એકર પાર્કમાં કરોડોનું નવું રોકાણ આવતાં ટેક્સટાઇલ ઉદ્યોગની કાયાપલટ થશે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT