PM LIVE: પહેલા તબક્કાના મતદાન અને પેટર્ન અંગે પહેલીવાર કર્યો ખુલાસો

અમદાવાદ :  વડાપ્રધાન મોદીએ ગઇ કાલે 50 કિલોમીટર કરતા વધારો લાંબો મેગામેરેથોન રોડ શો કર્યા બાદ આજે અમદાવાદમાં ફરી એક વિશાળ જનસભાનું આયોજન કર્યું હતું.…

gujarattak
follow google news

અમદાવાદ :  વડાપ્રધાન મોદીએ ગઇ કાલે 50 કિલોમીટર કરતા વધારો લાંબો મેગામેરેથોન રોડ શો કર્યા બાદ આજે અમદાવાદમાં ફરી એક વિશાળ જનસભાનું આયોજન કર્યું હતું. જો કે તે જનસભા સ્થળે પહોંચતા બીજો એક નાનકડો રોડ શોનું આયોજન કર્યું હતું. જેમાં એરપોર્ટથી શાહીબાગ થઇને લાલદરવાજા જશે. ત્યાં તેઓ નગરદેવી ભદ્રકાળીના દર્શન કરશે. રોડ શો ખાનપુરથી શરૂ થશે અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાં સરસપુર ખાતે પુર્ણ થશે. એટલેકે અમદાવાદ શહેરનાં લગભગ મોટા ભાગના વિસ્તારોને આવરી લેશે.

તેઓએ બાપુનગરમાં વિશાળ જનસભાને સંબોધિત કરી રહ્યા હતા. જેમાં તેમણે જણાવ્યું કે, કાલે થયેલા મતદાન પરથી સ્પષ્ટ થાય છે કે, ભાજપ અભુતપુર્વ સીટો સાથે જીતી રહ્યું છે. કોંગ્રેસ પણ સ્વિકારી લીધું છે કે, ભાજપ આવી રહી છે. તમે તેના નિવેદનો જુઓ તો કાલથી જ ઇવીએમને ગાળો ભાંડી રહ્યા છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે, ઇવીએમને ગાળો ભાંડે એટલે ભાજપ આવી રહી છે. કોંગ્રેસનું એક જ કામ છે ચૂંટણી પહેલા મોદીને ગાળો આપવાની અને ચૂંટણી પત્યા પછી ઇવીએમને ગાળો આપવાની. પહેલા તબક્કામાં ભાજપ મહત્તમ સીટો લઇને આવશે. ભાજપની સરકાર બની રહી છે એ પહેલા તબક્કાથીજ સ્પષ્ટ થઇ ગયું છે.

    follow whatsapp