નાતાલના વેકેશનમાં દ્વારકા જવાનો પ્લાન બનાવી રહ્યા છો? તો જાણો રસ્તાને લઈ તંત્રએ શું લીધો નિર્ણય

રજનીકાંત જોશી, દ્વારકા: ગુજરાતીઓને કોઈ વેકેશન મળે એટલે ફરવા જવાનું ફિક્સ હોય છે ત્યારે હવે નાતાલની રજાઓ આવી રહી છે. જેને લઈ લોકોએ અનેક જગ્યાએ જવાની…

gujarattak
follow google news

રજનીકાંત જોશી, દ્વારકા: ગુજરાતીઓને કોઈ વેકેશન મળે એટલે ફરવા જવાનું ફિક્સ હોય છે ત્યારે હવે નાતાલની રજાઓ આવી રહી છે. જેને લઈ લોકોએ અનેક જગ્યાએ જવાની તૈયારી અત્યારથી જ શરૂ કરી દીધી છે. ત્યારે શું તમે નાતાલનું વેકેશન ગાળવા દ્વારકા આવવાનું વિચારો છો તો જાણો સ્થાનિક તંત્ર દ્વારા ક્યાં ક્યાં રસ્તાને બંધ કરવામાં આવ્યા છે તે જાણવું જરુંરી છે.  નહીંતો ભરવો પડશે આકરો દંડ.

દ્વારકા તંત્ર દ્વારા નાતાલના પર્વને લઇ દ્વારકામાં ફોર વ્હીલ/ ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આગામી નાતાલના તહેવારને લઈને દ્વારકા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી ઈ.ચા. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ  દેવભૂમિ દ્વારકાએ તેમને મળેલ સત્તાની રૂએ દ્વારકા શહેરના  વિવિધ રસ્તાઓ પર ફોરવ્હીલ/ ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

આ રસ્તાઓ પર નહીં જઈ શકે ભારે વાહનો 
ભથાણ ચોકથી જૂની નગરપાલીકા ગેઇટથી જોધાભા માણેક ચોક. ભથાણચોકથી જૂની નગરપાલીકા ગેઇટથી ઇસ્કોન ગેઇટ.  ઇસ્કોન ગેઈટથી જુની નગરપાલીકાથી જોધાભા માણેક ચોક. ઇસ્કોન ગેઇટથી જુની નગરપાલીકાથી ભથાણચોક. ભદ્રકાલી ચોકથી તીનબત્તી સુધી, હોમગાર્ડ ચોકથી તીનબત્તીથી જોધાભા માણેક ચોક. જોધાભા માણેક ચોકથી પૂર્વ દરવાજા. કિર્તીસ્તંભથી સુદામા સેતુ ચોકથી પૂર્વ દરવાજા રસ્તાઓ પર ફોરવ્હીલ/ ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ક્યાં સુધી અમલમાં રહેશે જાહેરનામું
દ્વારકા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા નાતાલની રાજાને લઈ વિવિધ રસ્તાઓ પર ફોરવ્હીલ/ ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે  દ્વારકામાં  આ જાહેરનામું તા. 1 જાન્યુ આરી 2023ના રાત્રીના12  કલાક સુધી અમલમાં રહેશે.

    follow whatsapp